કરજણ જુના બજાર ખાતે આવેલ સજ્જન પાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ અંબાલાલભાઈ તડવી અને તેમનો ભત્રીજો કરણ ઘનશ્યામભાઈ તડવી બંન્ને કાકો ભત્રીજો પોતાની બાઈક લઈને બાહર ગામ જવા નીકળેલ હતા. જેમાં વિષ્ણુભાઈ તડવી બાઈક ચલાવતા હતા. કરણ ઘનશ્યામભાઈ તડવી પાછળ બેઠો હતો.
તેઓ કરજણ સર્વિસ રોડ પરથી મોતીમહેલ પાસેથી નેશનલ હાઇવે 48 ચડીને રેલવે બ્રિજ ઉતરીને ભારત કોટન ક્રોસિંગ પસાર કરી રહ્યા હતા. ત્યારે પાછળથી આવતા ટેન્કર ચાલકે પોતાનું ટેન્કર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ બાઈક લઈને ચાલતા વિષ્ણુભાઈ તડવીની બાઇકને પાછળથી ટક્કર મરતા કાકા-ભત્રીજા બંને રોડ પર ફંગોળાઇ ગયા હતા.
જેમાં વિષ્ણુભાઈ રોડની બાજુમાં પડ્યા હતા અને ભત્રીજો કરણ રોડ વચ્ચે પડતાં ટેન્કરના વીહીલ શરીર પરથી ફરી વળતા કરણ ઘનશ્યામભાઈ તડવી ઉ.વ 16નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ટેન્કરચાલક ભાગી જતા સ્થાનિક લોકોએ ટેન્કર ચાલકનો પીછો કરીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેન્કર ચાલકનું મેડિકલ ચેકઅપ કરાવતા ટેન્કર ચાલક પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.