આયોજન:ભરૂચ-કરજણ પ્રિમિયર લીગની ક્રિકેટ મેચ મેસરાડ અને કોલીયાદમાં રમાશે

કરજણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ કરજણ પ્રીમિયર લીંક ક્રિકેટ ટુર્નમેન્ટ આવનાર દિવસોમાં મેસરાડ અને કોલીયાદ ગામે ડે-નાઇટ ટૂર્નામેન્ટ રમાશે. - Divya Bhaskar
ભરૂચ કરજણ પ્રીમિયર લીંક ક્રિકેટ ટુર્નમેન્ટ આવનાર દિવસોમાં મેસરાડ અને કોલીયાદ ગામે ડે-નાઇટ ટૂર્નામેન્ટ રમાશે.
  • 10 ક્રિકેટ ટીમોમાંથી 3 ટીમો NRIએ અને 1 ટીમ કરજણના ધારાસભ્યએ સ્પોન્સર કરી
  • ડે-નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ કોરોનાની SOP મુજબ રમાશે

ઇન્ટરનેટ અને ઓનલાઈન ગેમોમાં આજનું યુવાધન મેદાનો પરની રમતો ભૂલતું જાય છે. ત્યારે IPL ક્રિકેટ ટુર્નામેન્ટની જેમ ભરૂચ કરજણ પ્રીમિયર લીગમાં 10 ક્રિકેટ ટીમોમાંથી 3 ક્રિકેટ ટીમો NRI દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. જ્યારે 1 ટીમ કરજણના ધારાસભ્ય દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ છે. આવનાર દિવસોમાં BKPLની મેચો કરજણ તાલુકાના મેસરાડ અને કોલીયાદ ગામે આવેલ વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે. કોરોનાની ગાઈડ લાઇન મુજબ મેચો રમાડવાનું આયોજન કરવામાં આવશે.

હાલમાં યુવાધન મોબાઈલની પાછળપોતાનો પુરો સમય બગાડી રહ્યું છે અને ઇન્ટરનેટ અને ઓનલાઈન ગેમોમાં આજનું યુવાધની શારીરિક ક્ષમતા ઘટી ગઈ છે. મેદાનો પરની રમતો હવે ભુલાતી ગઈ છે. ત્યારે IPL ક્રિકેટની જેમ ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ભરૂચ કરજણમાં ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થઈ રહી છે. ત્યારે 10 ટીમોમાંથી 3 ટીમો NRI દ્વારા પોન્સર કરવામાં આવેલ છે. જ્યારે 1 ક્રિકેટ ટીમ કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે સ્પોન્સર કરવામાં આવી છે. જેમાં ખ્યાતનામ ક્રિકેટ પ્લેયરોની પસંદગી કરાવવામાં આવી હતી.

જેમાં ટીમ મેનેજર ફિરોઝ સિંધી પ્લેયરમાં મોહિત મોગીયા, શુભમ, આંનંદ નિઝામ, અશ્વીન પટેલ, ઈમરાન બલેસ્ટર, તબીલ મન્સૂરી, તરૂણ પટેલે જેવા ખેલાડીઓ ધારાસભ્યની ટીમ MLA કરજણ વોરિયર્સમાં સમાવેશ કરવામાં આવેલ છે. અને BKPL ડે નાઇટ ટુર્નામેન્ટ કોરોનાની ગાઈડલાઈન મુજબ આવનાર દિવસોમાં કરજણ તાલુકામાં મેસરાડ અને કોલીયાદ ગામે આવેલ ક્રિકેટના વિશાળા મેદાન પર BKPL રમાડવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...