શિનોર તાલુકાનો યુવક ભાર્ગવભાઈ અશોકભાઈ મકવાણા યુક્રેનના કિવી ખાતે અભ્યાસ કરવા ગયો હતો. ભાર્ગવ મકવાણા કિવી પહોચ્યાના 4 મહિનામાં જ રસીયા અને યુક્રેનનું યુદ્ધ થતા ભાર્ગવ મકવાણા કિવીમાં ફસાઈ ગયો હતો. જેમાં કિવીથી ટેક્ષી દ્વારા ભાર્ગવ લાવ્યુ સીટી આવ્યો અને ત્યાંથી બીજી ટેક્ષી કરીને પોલેન્ડ બોર્ડર જવા નીકળ્યો હતો. ત્યારે ટેક્ષીવાળા એ રસ્તામાં છોડી દેતા ભાર્ગવ ઠંડીમાં 45 કિલોમીટર ચાલીને પોલેન્ડ બોર્ડ પહોચી એરપોર્ટ પરથી ભારત વિદ્યાર્થીઓનું પ્લેન દિલ્હી આવતા ગુજરાતના 23 વિદ્યાર્થીઓ હતા.
23 વિદ્યાર્થીઓને વોલ્વો બસમાં ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. જ્યાં કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલે બુકે આપીને ભાર્ગવ અશોકભાઈ મકવાણાનું સ્વાગત કર્યું હતું. દિવ્યા ભાસ્કર સાથે ટેલિફોન વાતમાં ભાર્ગવ મકવાણાએ આપવીતી જણાવી હતી અને હેમખેમ પરત આવતા ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
યુક્રેનથી પરત આવેલા ડભોઇ તાલુકાના ત્રણ વિદ્યાર્થીની ધારાસભ્યે તેમજ સાંસદે મુલાકાત લીધી
શુક્રવારે ડભોઈ તાલુકાના મંડાળાનો યસ પટેલ, ધરમપુરીનો અમરદીપ સિંધુ અને ભાયાપુરાનો અક્ષય પટેલને 3 ગામે જઈ વિદ્યાર્થીઓના ઘરે મુલાકાત કરાઈ હતી. જે દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલી રજૂઆત સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન અપાયું હતું. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા તેમજ જિલ્લા મહામંત્રી બી.જે.બ્રહ્મભટ્ટ, સહિત ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યુક્રેનથી અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે સરકારે મદદ કરવી જોઈએ. એટલું જ નહિ યુક્રેનના બજેટ અનુસાર મેડિકલની ફી લેવા સરકારમાં રજૂઆત કરીશ તો સાંસદ ગીતાબેન રાઠવાએ સરકારમાં મેડિકલની સીટો વધારવા લોકસભા પણ રજૂઆત કરીશનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.