હોળી ધુળેટીના પર્વને લઈને મોટી સંખ્યામાં લોકો નર્મદા નદીમાં સ્થાન કરવા જતા હોય છે. જેમાં અગાઉ ડૂબી જવાના અનેક બનાવો બન્યા હતા. જેને લઈને વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા નદીમાં સ્નાન કરવા જવા પર હોળી ધુળેટીના પર્વને લઈને પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને 144ની કલમ લાગુ કરવામાં આવી છે. જેમાં કોઈ નર્મદા નદીમાં સ્નાન કરવા ન જાય એ માટે કરજણ પોલીસ દ્વારા નારેશ્વર નર્મદા નદી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને કલેક્ટરના જાહેરનામાનું કડક અમલ કરવામાં આવી રહ્યો છે.
નારેશ્વર ખાતે નર્મદા નદીમાં હોળી ધુળેટીના પર્વને લઈને સ્નાન કરવા પર જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને 144ની ધારા લાગુ કરવામાં આવેલી છે. અગાઉ હોળી ધૂળેટીમાં નર્મદા નદીમાં ડૂબી જવાના બનાવો બન્યા હતા. જેને ધ્યાનમાં લઈને જિલ્લા કલેકટર દ્વારા 144ની ધારા લગાવવામાં આવી છે.
હોળી ધુળેટીના બે દિવસ માટે કોઈપણ શ્રદ્ધાળુ કે કોઈપણ ઈસમ નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ન જાય એ માટે કરજણ પોલીસ દ્વારા નર્મદા નદીના કાંઠા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને કલેકટરના જાહેરનામાનો કડક અમલ કરવામાં આવી રહ્યું છે. આમ હોળી ધુળેટીના પર્વને લઈને નારેશ્વર નર્મદા નદીના સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.