તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:કરજણમાં સરકાર વિરુદ્ધના લખાણોવાળા બેનરો હટાવાયાં

કરજણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે જનતા રાજ દ્વારા બેનરો લગાવાયા હતા
  • કરજણ પોલીસ અને પાલિકા દ્વારા બેનરો દૂર કરાયા

કરજણ વિધનાસભાની પેટા ચૂંટણી આવી રહી છે. ત્યારે દરેક રાજકીય પક્ષો અને સંગઠનોની નજર કરજણ તરફ છે. ત્યારે સોમવારે મોંડી રાત્રે જનતા રાજ દ્વારા કરજણ નગરમાં તેમજ મીયાગામ ચોકડી, ધાવટ ચોકડી, બજારમાં રેલવે સ્ટેશન પર ઠેર ઠેર જનતા રાજના નામના સરકાર વિરૂદ્ધના બેનરો લગાવ્યા હતા. જેમાં બેનરો દૂર કરવા તંત્ર કામે લાગી ગયું હતું. કરજણ પોલીસ અને નગર પાલીકા બેનરો દૂર કરવા નીકળી પડ્યા હતા.

કરજણ નગરમાં સોમવારે રાત્રે મોંડી રાત્રે કરજણ નગરના બજાર વિસ્તારમાં રેલવે સ્ટેશન પર તેમજ મેઈન બજારમાં તેમજ તાલુકા પંચાયત કચેરી કરજણ કોર્ટ પાસે મીયાગામ ચોકડી, ધાવટ ચોકડી પર ઠેર ઠેર જનતા રાજ દ્વારા સરકાર વિરૂદ્ધના લખાણો વાળા બેનરો લાગી ગયા હતા. જેમાં કરજણ નગર જનો જાણે એ પહેલા તંત્ર એકસનમાં આવી જવા પામ્યું હતું અને કરજણ નગરના અને ચોકડીઓ પરના તેમજ હાઈવે પરના તમામ બેનરો હટાવી લેવામાં આવ્યા હતા. જેમા કરજણ પોલીસ અને કરજણ નગર પાલીકા તંત્ર દોડતું થઈ ગયું હતું અને બેનરો બેનરો દૂર કરી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...