તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તકરાર:બામણગામ પાસે સ્ટેટ વિજિલન્સની ટીમ પર હુમલો, કારના કાચ તોડયા

કરજણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક ખસેડવા બાબતે સ્થાનિક યુવકોએ તકરાર કરી
  • મામલો પોલીસમાં પહોંચ્યો : બનાવ પર ઢાંકપિછોડાનો પ્રયાસ

કરજણ તાલુકાના બામણગામ પાસેથી ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ની ગાડી પસાર થતી હતી. જેમાં બામણગામ પાસે બ્રિજની કામગીરી ચાલતી હોય કાર અને નાના વાહનો માટે બામણગામમાં થઇને ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. રોડ પર મૂકેલી બાઈક ખસેડવા બાબતે બામણગામના યુવકો અને સ્ટેટ વિજિલન્સના કર્મચારીઓ વચ્ચે ઝઘડો થતાં સ્ટેટ વિજિલન્સની પોલીસની જીપના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. જે મામલો કરજણ પોલીસ સ્ટેશન પહોંચ્યો ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્ટેટ વિજિલન્સ ટીમ પર ગામના કેટલાક યુવાનો હુમલો કર્યો હતો.

આ ઘટનામાં રાજકારણ પડતા ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.બનાવની વિગતો અનુસાર ગાંધીનગરથી ગુજરાત સ્ટેટ વિજિલન્સની ટીમ વડોદરાથી કરજણ તરફ જઈ રહી હતી. ત્યારે નેશનલ હાઇવે-48 ઉપર બામણ ગામ પાસે આવેલ નાળાની કામગીરી ચાલતી હોવાથી બામણગામમાં થઈને નાના વાહનો અને ફોરવ્હીલર માટે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

જેને લઇને સ્ટેટ વિજિલન્સની ટીમ બામણગામ તરફ વળતી હતી ત્યારે રસ્તામાં બાઈક ખસેડવા બાબતે બામણગામના યુવકનો વિજિલન્સની ટીમ સાથે ઝઘડો થતાં બામણગામ કેટલાક યુવાનો દ્વારા સ્ટેટ વિજિલન્સની ટીમના પોલીસ જવાનો સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને પોલીસની ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ મામલો કરજણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

જેમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે લોકચર્ચા મુજબ આ મામલામાં રાજકારણ આડે આવતાં સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરી દેવામાં આવી રહ્યો છે. જ્યારે આ ઝઘડામાં કેટલા યુવકો સામે ફરિયાદ થાય છે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...