તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કરજણ તાલુકાનું પુરાંતવાળું 18.60 કરોડનું બજેટ મંજૂર

કરજણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કરજણ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી
 • વિવાદિત કારોબારી સમિતીની રચના કરવાની બાકી

કરજણ તાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભા ગુરુવારના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કરજણ તાલુકાનું વિકાસ લક્ષી પુરાંતવાળું 186071000નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જ્યારે તાલુકા પંચાયતની વિવાદીત કારોબારી સમીતીની રચના હવે પછીની મીટિંગમાં કરવામાં આવશે. તાલુકામાં દરેક જનતાની નજર તાલુકા પંચાયતની કારોબારી સમીતી પર છે કે તાલુકાના મહત્વની સમીતી એક જ સમાજને પાવામાં આવશે કે પછી બીજા સમાજને ચેરમેન પદ આપી સમરસતા દાખવવામાં આવશે?કરજણ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભામા પ્રમુખ ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી.

જ્યારે તાલુકા પંચાયતની નવી બોડીની બીજી સામાન્ય સભામાં ગુરુવારના રોજ કરજણ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ કમીક્ષાબેનના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કરજણ તાલુકા પંચાયતનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં કરજણ તાલુકાના વિકાસને ધ્યાનમાં રાખીને કરજણ તાલુકા પંચાયતની વિકાસલક્ષી પુરાંતવાળું 186071000નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

જ્યારે કરજણ તાલુકા પંચાયતની વિવાદિત કારોબારી સમીતીની રચના કરવામાં આવી નથી. કારોબારી સમીતીની રચના આવતી મીટિંગમાં કરવામાં આવશે. કરજણ તાલુકાની જનતાની નજર કારોબારી સમીતી પર છે. તાલુકા પંચાયતની મહત્વની સમીતીઓ એક જ સમાજને પાવામાં આવશે કે પછી બીજા સમાજને આપીને સમાજીક સમરસતા દાખવવામાં આવશે? તાલુકામાં ચર્ચાની વિષય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો