કરજણ તાલુકાના મિયાગામ ખાતે આવેલી મિયાગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી કે જેને અનેકવાર જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ડેરીના એવોર્ડ મળી ચૂક્યા છે. આ ડેરીના ચેરમેન દ્વારા ગત વર્ષે જાહેરાત કરવામાં આવી હતી કે આગામી વર્ષોમાં ચૂંટણી નહીં લડીએ. જેને લઇને ડેરીમાં 44 લાખનું માતબર બોનસ ચૂકવીને નિયામક મંડળ તેમજ કર્મચારીઓ સાગમટે રાજીનામાં આપી દેતા ચેરમેન દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને કસ્ટોડિયન નિમવા માટેની અરજી કરતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મિયાગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કસ્ટોડીયન તરીકે બરોડા ડેરીની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં 1 મેના રોજ બરોડા ડેરીના અધિકારી દ્વારા મિયાગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે.
મિયાગામ દુધ ઉત્પાદક મંડળી કે જે મંડળીના સ્પષ્ટ અને સારા વહીવટને લઇને વડોદરા જિલ્લા તેમજ ગુજરાત રાજ્ય કક્ષાએ અનેકવાર એવોર્ડ મળી ચૂક્યા છે. આ મંડળીના ચેરમેન જગદેવસિંહ પરિહાર દ્વારા મંડળીની ચૂંટણી નહીં લડવાની જાહેરાત ગત વર્ષે કરી દેવામાં આવી હતી. જેના ભાગરૂપે ચાલુ વર્ષે મિયાગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં 44 લાખની માતબર રકમનું સભાસદોને બોનસ મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ નિયામક મંડળના સભ્યોએ પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા હતા. એમની સાથે સાથે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તમામ કર્મચારીઓ પણ રાજીનામા ધરી દીધા હતા. આખરે ચેરમેન દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કસ્ટોડિયનની નિમણૂંક કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.