આવેદન:કરજણ તાલુકાના VCE દ્વારા વિવિધ માંગણીઓને લઈને TDOને આવેદન

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19મીએ કરજણ તાલુકા પંચાયત કચેરીએ ધરણાં

કરજણ તાલુકા પંચાયતમાં કોમ્પ્યુટર પર ફરજ બજાવતા VCE દ્વારા વિવિધ માંગણીઓને લઈને સોમવારે કરજણ TDOને આવેદન પત્ર આપ્યું હતું. અને 19 મેને ગુરૂવારના રોજ કરજણ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાનો કાર્યકર રાખવમાં આવેલ છે.

કરજણ તાલુકાની ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર પર ફરજ બજાવતા VCE એક સરકારી કર્મચારી જેટલી ફરજ બજાવે છે અને કમિશન પ્રથા બંધ કરીને પગાર શરૂ કરવામાં આવે તેમજ VCE છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવે છે. જેથી સરકારી કર્મચારી જાહેર કરી સરકારી લાભો આપવામા આવે, આરોગ્યની સુવીધાઓ આપવામા આવે અને પરીવાર સહીત વીમા કવચ આપવામા આવે.

કોરોના કાળામાં મરણ પામેલા VCEના પરીવારને આર્થીક સહાય આપવામા આવે, VCE એ કરેલી કામગીરી મહેનતાણું વહેલી તકે ચૂકવવામાં આવે આવી જેવી અનેક માંગણીઓ સાથે કરજણ તાલુકા વિકાસ અધીકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આગામી 19 મેને ગુરૂવારના રોજ કરજણ તાલુકા પંચાયત કચેરીપાસે એક દિવસનો ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...