હાશકારો:સોમજ ગામેથી 15 દિવસમાં બીજો દીપડો પાંજરે પૂરાયો, વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું

કરજણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકાના સોમજ ગામેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે. - Divya Bhaskar
કરજણ તાલુકાના સોમજ ગામેથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે.
  • ખેડૂતો-ખેતમજૂરો કામ કરવા જતા ડરતા હતા

કરજણ તાલુકાના સોમજ દેલવાડા ગામે સીમમાં દીપડાને લીધે ખેડૂતો અને ખેતમજૂરો ખેતી કામ કરાવા જતા ડરતા હતા. જેમાં વન વિભાગ દ્વારા પાંજરું મુકતા 15 દિવસ પહેલા એક દીપડો પાંજરે પુરાયો હતો. જ્યારે 15 બાદ ફરી બીજો દીપડો પાંજરે પુરાયો હતો. આમ 15 દિવસમાં વન વિભાગ દ્વારા બે દીપડાને ઝડપી પાડેલ છે. કરજણ તાલુકાના સોમજ દેલવાડા ગામની સીમમાં નર્મદા નદી કાંઠા વિસ્તારમાં દીપડાને લીધે સોમજ દેલવાડા ગામના ખેડૂતો અને ખેતમજૂરો ખેતરોમાં ખેતીકામ કરાવા જતા ડરતા હતા. જેથી વન વિભાગને જાણ કરતા 15 દિવસ પહેલાં એક દીપડો પાંજરે પુરાયો હતો.

બાદમાં બીજો દીપડો પણ દેખાતા વન વિભાગ દ્વારા ફરી પાંજરું મુકતા શુક્રવાર ની રાત્રે બીજો દીપડો પાંજરે પુરાયો હતો. આમ 15 દિવસના સમય ગાળામા વન વિભાગ દ્વારા બે દીપડાને સોમજ ગામની સીમમાંથી ઝડપી પાડેલ છે. આમ ગ્રામજનોને હજુ પણ દીપડા હોવાનો ડર સતવી રહ્યો છે. આમ નર્મદા નદી કાંઠા વિસ્તારમાં દીપડા હોવાથી લોકોમાં ડર રહેલો છે. પરંતુ દીપડા દ્વારા કોઈ માનવને ઈજા પહોંચાડ્યાનો કોઈ બનવા બનવા પામેલ નથી.

અન્ય સમાચારો પણ છે...