કરજણ નવા બજાર અને જૂના બજારને જોડતો રેલવે ઉપરનો જૂનો ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયેલ હોવાથી છેલ્લા આઠ મહિનાથી આ બ્રિજ પર ભારદારી વાહનો માટેનો પ્રતિબંધ મૂકી દેવાયો હતો. અને આઠ મહિના પહેલાં જ બંને છેડા ઉપર એંગોલો મારી દેવાઇ હતી. પરંતુ 8 મહિનાઓમાં અનેકવાર એંગલો તોડી નખાતી હતી. હાલમાં જ ફાઉન્ડેશન કરીને એંગલો મરાઇ હતી. જે એંગલો 6 કલાકમાં તોડી નખાઇ હતી. સ્ટેટ હાઇવે દ્વારા ફરીથી શુક્રવારે એંગલો મારવામાં આવી હતી. હવે એંગલોને સાચવવા બ્રિજના બંને છેડા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
કરજણ જૂના બજાર અને નવા બજારને જોડતા જૂના રેલવે ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયેલ હોવાથી બ્રિજને ભારદારી વાહનો માટે પ્રવેશબંધી કરી દેવાઇ હતી. આઠ મહિના પહેલાં બ્રિજના બંને છેડા ઉપર લોખંડની એંગલો મારીને ભારદારી વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા 8 મહિનામાં અવારનવાર એંગલો તોડી નાખવામાં આવતી હતી. ઇરાદાપૂર્વક વાહનચાલકો આ એંગલો તોડી નાખતા હતા. હાલમાં જ દસ દિવસ પહેલાં જ સ્ટેટ હાઇવે દ્વારા આરસીસીના ફાઉન્ડેશન બનાવીને એંગલો મારવામાં આવી હતી.
જે 6 કલાકમાં જ તોડી નાખવામાં આવી હતી. આમ એંગલો પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હોવા છતાં પણ ભારદારી વાહન ચાલકો ઈરાદાપૂર્વક એંગલો તોડી નાખતા હતા. જેને લઈને શુક્રવારના રોજ બ્રિજ પરનો તમામ વાહન વ્યવહાર બંધ કરીને બ્રિજના બંને છેડા ઉપર એંગલો મારીને આરસીસીના ફાઉન્ડેશનથી સપોર્ટ આપવામાં આવ્યો છે. હાલમાં એંગલો સાચવવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.