મન્ડે પોઝિટિવ:આનંદો : કરજણ પાલિકાએ અંતે નવા રોડના કામ આદર્યાં

કરજણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ નગરમાં નગર પાલિકા દ્વારા નવા સી સી રોડ અને ડામર રોડના કામો શરૂ કર્યા છે. - Divya Bhaskar
કરજણ નગરમાં નગર પાલિકા દ્વારા નવા સી સી રોડ અને ડામર રોડના કામો શરૂ કર્યા છે.
  • ચોમાસા બાદ નગરના રોડ-રસ્તા બિસ્માર હાલતમાં આવી ગયા હતાં

કરજણ નગરપાલિકા દ્વારા વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ચોમાસા બાદ રોડ રસ્તા બિસ્માર હાલતમાં થઈ ગયા હોય જેથી નગરજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં નગરપાલિકા જૂના શાકમાર્કેટથી એસટી ડેપોથી પટેલ ચેમ્બર સુધીનો નવો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. જ્યારે કરજણ મેઈન બજારમાં હાથી બાગથી કોર્ટ સુધીનો નવો રોડ બનાવવામાં આવેલ છે. આમ કરજણ નગરમાં નવા રોડની કામગરી ચાલી રહી છે.

ચોમાસા બાદ કરજણ નગરના મોટાભાગના રોડ બિસ્માર હાલતામાં થઈ ગયા હતા અને ઠેર ઠેર ખાડા પડી જવા પામ્યા હતા. જેથી કરજણ નગરના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેમાં કરજણ નગરમાં પ્રથમ નવા બજારમાં સોનાનગર સોસાયટીથી યોગીનગર સોસાયટી સુધીનો આરસીસી રોડ નવો બનાવવામાં આવ્યો હતો.

જૂના શાકમાર્કેટથી એસટી ડેપોથી પટેલ ચેમ્બર સુધીનો ડામર રોડ કરજણ મેઈન બજાર હાથી બાગથી કોર્ટ સુધીનો ડમર રોડ. આમ હવે કરજણ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ રોડ નવા બનાવતા હવે રોડ પરથી પસાર થતા વાહનોથી ઉડતી ધૂળ બંધ થઈ જશે. આમ એકસાથે કરજણ નગરના રોડના કામો શરૂ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...