વ્યવસ્થા:દશ દિવસના આતિથ્ય બાદ આજે શ્રીજીને શ્રદ્ધા સાથે વિદાય અપાશે

કરજણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશ વિસર્જન યાત્રામાં ઘોડેસવાર પોલીસ ફાળવવામાં આવી
  • નારેશ્વર​​​​​​​ મંદિરના મેઈન ગેટથી ગણેશજીની મૂર્તિ લઈ જવા માટે લારીઓની વ્યવસ્થા કરાઈ

દશ દિવસના આતિથ્ય બાદ આજે વિઘ્નહર્તાને દબદબાભેર વિદાય આપવા માટે શ્રીજી ભકતોની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે. વાજતે ગાજતે શ્રીજીને વિદાય આપવા મંડળો સજ્જ બન્યા છે. ત્યારે જિલ્લાભરમાં પોલીસે પણ શાંતી સમિતિની બેઠકો બોલાવી શ્રીજી વિસર્જન શાંતીપુર્ણ રીતે પાર પાડવા માટે બેઠકો યોજી હતી.

કરજણ નગરમાં અને તાલુકામાંથી ગણેશ વિસર્જન યાત્રાઓને લઈને કરજણ પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ કરજણ નગર માં ઘોડેસવાર પોલીસ પણ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે. જ્યારે તમામ ગણેશ યાત્રાઓ નારેશ્વર અને કહોણા ખાતે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જનની વ્યવસ્થા કરાઈ છે.

જ્યાં નાવડીઓમાં ગણેશજીની મૂર્તિ મુકીને નદીના મધ્યભાગમાં વિસર્જન કરાશે. જ્યારે નારેશ્વર ખાતે મોટા વાહનો અંદર જઈ શકે એમ ન હોવાને કારણે નારેશ્વર મંદિરના મેઈન ગેટથી લારીઓ દ્વારા ગણેશજીની પ્રતિમાને નદીના ઓવારા સુધી લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. નારેશ્વરમાં વિસર્જનમાં લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

નસવાડીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ
નસવાડી | નસવાડી માં 17 થી વધુ મોટા, નાના ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે. શુકવારે વિસર્જનને લઈ નસવાડીના કોમી એકતાના પ્રતિક સરકાર ફળિયા ચાર રસ્તા ખાતે બોડેલી સીપીઆઈ અને નસવાડી પીએસઆઈના અઘ્યક્ષ સ્થાને શાંતિ સંમતિ સભ્યો, ગ્રામજનો તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઈ હતી.

બોડેલીમાં ગણેશોત્સવના આયોજકોને રૂટ તેમજ વિસર્જનને લઇને માર્ગ દર્શન અપાયું
બોડેલી | બોડેલી નગરમાં ગણેશ વિસર્જનને લઈને બોડેલી પોલીસ મથકમાં ગણેશોત્સવના આયોજકો તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોને બોલાવી ડી વાય એસ પી. એ. વી. કાટકડની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી. બજારમાંથી અલીપુરા ચોકડી પર થઈને કેનાલ તરફ થઈને ઝાખર પૂરા વિસર્જન યાત્રાનો રૂટ હોવાનું પી એસ આઈ એ એસ સરવૈયા એ કહ્યું હતું.

પાદરામાં ગણેશ મંડળના આયોજકની મીટિંગ મળી
પાદરા | પાદરા પોલીસે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. પાદરામાં ગણેશ મંડળો દ્વારા વિસર્જન શોભાયાત્રામાં જોડાનાર છે. જેમાં મોટાભાગના શ્રીજીનું પાદરાના અંબાજી મંદિર પાસે આવેલ મોટા તળાવમાં વિસર્જન થનાર છે. ત્યારે પાદરા પાલિકા દ્વારા મોટા અંબાજી તળાવ ખાતે વિસર્જન દરમિયાન 2 ક્રેન 25 જેટલા તરવૈયાઓ, 2 તલાપા, નાવડી, લાઇટિંગ સાથે નગરપાલિકા સ્ટાફ પણ હાજર રહેશે. જે અંગેની સમીક્ષા કરાઈ હતી. ગણેશ વિસર્જન નિમિત્તે ડીવાયએસપી, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાનો સહિત વિડીયોગ્રાફર સાથે પોલીસ જવાનો સ્ટેન્ડ બાય ટુ સ્ટેન્ડ બંદોબસ્ત ગોઠવાશે.

અન્ય સમાચારો પણ છે...