તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:કરજણ CGCમાં કોરોનાના પાંચ ટેસ્ટ કર્યા બાદ ટેસ્ટ કરવાનું બંધ કરાતાં હોબાળો

કરજણ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કિટ ના હોવાનું કહીને ટેસ્ટ કરાતો નથી અને દર્દીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરાતું હોવાની રાવ
 • કોરોનાના ટેસ્ટ કરવા કોવિડ કેર સેન્ટરમાં જવું પડ્યું

હાલમા કોરોના પોઝિટિવ કેસો વધે છે. ત્યારે કરજણ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ કોરોનાનું ટેસ્ટીંગ કરાવવા જ્યાં છે. ત્યારે માત્રા 5 વ્યક્તિના કોરોનાના ટેસ્ટ કર્યા બાદ કીટના હોવાનું કહીને કોરોના ટેસ્ટ કરવામાં આવતો નથી અને દર્દીઓ સાથે ઉધ્ધતાઇ ભર્યું વર્તન કરવામાં આવે છે. જ્યારે મેડીકલ ઓફિસે કહેછે કોરોના ટેસ્ટ માટેની કીટ છે. તો કેમ કોરોના ટેસ્ટ કરવામાં આવતા નથી. દર્દીઓઓને કહેવામાં આવે છે કે કોરોના ટેસ્ટ કરવા માટે કોવિડ કેર સેન્ટરમાં જાવ. આમ શનીવારે સગર્ભા મહિલાઓને પણ કોરોનાના ટેસ્ટ ન કરતા આખરે કોવિડ કેર સેન્ટરમાં ટેસ્ટ કરાવવો પાડ્યો.

આમ સામુહીક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હેડ ક્વાટર પર રહેતા નથી અને ડેલી અપડાઉન કરતા હોય દર્દીઓને હાકાલી વેઠવાનો વારો આવ્યો છે.કોરોના પોઝીટીવ કેસો વધે છે. ત્યારે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના માટે રસીકરણ અને કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કરજણ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓ કોરોના ટેસ્ટ કરાવવા જાય છે. ત્યારે પાંચ કોરોના ટેસ્ટ કર્યા બાદ કોરોના ટેસ્ટની કીટ ખલાસ થઈ ગઈ હોવાનું બહાનું કાઢી કોરોના ટેસ્ટ કરવામાં આવતો નથી. અને દર્દીઓને કોવિડ કેર સેન્ટર ખાતે ટેસ્ટ કરાવવા જાવ એમાં કહેવામાં આવે છે.

જ્યારે સામુહીક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને પૂછતા તેમણે જણાવેલ કે કોરોના ટેસ્ટની કીટ છે. જો કોરોનાની કીટ છે તો કોરોના ટેસ્ટ કેમ કરવામાં આવતા નથી. આમ દર્દીઓને ઉધ્ધતાઈ ભર્યો જવાબ આપવમાં આવે છે. તેમજ હાલમા કોરોના મહામારી હોવા છતા સામુહીક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હેડ ક્વાટર ખાતે રહેતા નથી અને અપડાઉન કરે છે. જેથી સામુહીક આરોગ્ય કેન્દ્રમાં સમયસર આવતા ના હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આમ કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્રનો વહીવટ સુધારવામાં આવે અને દર્દીઓને પડતી સમસ્યા હલ થાય એવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો