તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજગી:રાકેશ ટીકૈતનું સ્વાગત કરવા માટે આવેલા કાર્યકરો ધાવટ ચોકડીથી વિલા મોઢે પરત ફર્યા

કરજણ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટિકેત ઓવર બ્રિજ થઈને ભરૂચ તરફ જવા રવાના થઈ ગયા
 • કાર્યકરોના હાથમાં સૂતરની આંટી અને ફૂલમાળા રહી ગઈ

વડોદરાથી કિશાન નેતા ભરૂચ તરફ જવાના હોય અને વડોદરા છાણી ખાતે કાર્યકરોને મળીને કરજણ ધાવટ ચોકડી પર કરજણ કોંગ્રેસ સમીતીના કાર્યકરો અને ખેડૂત નેતા રાકેશ ટીકૈતના સ્વાગત માટે હાથમા સૂતરની આંટી અને ફૂલમાળા લઈને ઉભા હતા. અને સૂત્રોચ્ચાર કરતા હતા. રાકેશ ટીકૈતતુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. જ્યારે રાકેશ ટીકૈતનો કાફલો ઓવર બ્રિજ થઈને ભરૂચ તરફ રવાના થઈ ગયા હતા. કાર્યકરોના હાથમાં સૂતરની આંટી અને ફૂલમાળા રહી ગઈ હતી.

કિશાન નેતા રાકેશ ટીકૈતવડોદરા છાણી ખાતે કાર્યકરોને માળીને ભરૂચ તરફ જવાના હતા. ત્યારે કરજણ ખાતે ધાવટ ચોકડી પર કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂત નેતા રાકેશ ટીકૈતનું સ્વાગત કરવામાં માટે બપોરે 12 વાગ્યાના ધાવટ ચોકડી પર હાથમા ફૂલમાળા અને સુતરની આંટી લઈને ઉભા હતા. જ્યારે 1-30 કલાકે રાકેશ ટીકૈતનો કાફલો કરજણ આવ્યો અને કાર્યકરો ધાવટ ચોકડી પર ‘રાકેશ ટીકૈત તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે’ એવા સૂત્રોચ્ચાર કરતા રહ્યા અને રાકેશ ટીકૈતનો કાફલો કરજણ ઓવર બ્રિજ થઈને ભરૂચ તરફ રવાના થઈ ગયો હતો. જેથી કાર્યકરોના હાથમા સુતરની આંટી અને ફૂલમાળા એવાને એવા રહી ગયા અને વીલા મોઢે પરત જવાનો વારો આવ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો