તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ખૂનના કેસમાં 7 વર્ષથી ફરાર આરોપી હરિયાણાથી ઝડપાયો

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયરની મહિલાનું ખૂન કરીને આરોપી ભાગી ગયો હતો
  • આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે

કરજણ તાલુકાના સાયર ગામે 2013માં ગામની એક મહિલાનું ખૂન કરીને ભાગી છૂટેલો આરોપી છેલ્લાં 7 વર્ષથી નાસ્તો ફરતો હતો. જે આરોપી મૂળ વતની ઉતરપ્રદેશના હમીરપૂર જિલ્લાનો છે. વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડના હે.કો. જીગ્નેશભાઈ, પો.કો. હિતેન્દ્રસિંહ, પો.કો. અલ્પેશ, પો.કો. અબ્દુલસમીરના ઓની ટીમ આરોપીને શોધવા ઉત્તર પ્રદેશ ગયેલી જેમાં ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપીની રજપ્રેસદ ઉર્ફે કલ્લૂ બૈજુપ્રસાદ કુશવાહાને હરિયાણા ખાતે સોનીપત જિલ્લાના મોહાના તાલુકાના કલ્લા ગામેથી રાજેશ ભઠ્ઠ કંપની ભેસવાલ ખાતેથી ઝડપી પાડી ગુજરાત લાવી કરજણ પોલીસને હવાલે કરેલા છે. કરજણ પોલીસ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ આગળની કર્યવાહી હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...