અકસ્માત:બામણગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક ઝાડેશ્વરથી અંબાજી તરફ પગપાળા જઈ રહ્યો હતો
  • પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો

ઝાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘ નીકળ્યો હતો. જેમાં અસુરીયા ખાતે રાત્રી રોકાણ કરી બીજા દિવસે કરજણ ખાતે રાત્રી રોકાણ કરીને સંઘ અંબાજી તરફ રવાના થયેલ હતો. જેમાં ઝાડેશ્વરના ઈસમ બામણગામ પાસેથી નેશનલ હાઈવે 48 પરથી પસાર થતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઈસમને ટક્કર મારતા મોર્ડન કંપની પાસેના નાળાની નીચે પટકાતાં ઇસમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઝાડેશ્વર તા.જિ ભરૂચથી 15 ઓક્ટોમ્બરના રોજ અંબાજી પગપાળા સંઘ રવાના થયો હતો. પ્રથમ રાત્રી અસુરીયા ખાયે રોકાયા હતા. ત્યાર બાદ કરજણ ખાતે બીજી રાત્રીનું રોકાણ કરી સંઘ અંબાજી જવા રવાના થયો હતો. જેમાં ઝાડેશ્વર સાંઈ કૃપા સોસાયટી ઘર નંબર 16માં રહેતા પ્રફુલસિંહ પ્રવીણસિંહ રણા ઉ. વ. 49 પણ પગપાળા અંબાજી જતા હતા. જેમાં 17 ઓક્ટોમ્બરે કરજણથી વડોદરા તરફ ચાલતા જતા હતા. ત્યારે બામણગામના નાળા પાસે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પ્રફુલસિંહ રણાને અડફેટમાં લેતા પ્રફુલસિંહ રોડની બાજુમાં ગટરમાં પડ્યા હતા. અને માથાના પાછળના ભાગે, જમણા પગે, જમણા હાથે ઇજાઓ થતા પ્રફુલસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...