તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કરજણના કુરાઈ ગામ પાસે રોડ પર પડેલા ખાડાએ યુવાનનો ભોગ લીધો

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાડોદ જતા યુવકની બાઈક ખાડામાં પડતાં તે ઉછળીને ઝાડ સાથે અથડાયો
  • હેલમેટ પહેર્યું હોવા છતાં યુવાનને માથામાં ઈજા થતાં સારવાર મળે તે પહેલાં મોત

કરજણથી હાડોદ બાઈક લઈને જતો યુવક કુરાઇ અને ખાંધા ગામ વચ્ચે કેનલ પાસે ખાડામાં પડતા બાઈક ઉછળીને રોડની બાજુમા ઝાડ સાથે યુવક અથડાયો હતો. યુવકે હેલમેટ પેહેરેલ હોવા છતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે કરજણ સામુહિક આરોગું કેન્દ્ર ખાતે લાવતા ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આમ કરજણ ઉમજરોડ મંજૂર થઈ ગયેલ છે. પરંતુ કામ શરૂ કરવામાં આવતું નથી. જ્યારે સ્ટેટ હાઈવેના અધીકારીઓ દ્વારા પણ રોડ પર પડેલા ખાળા પૂરવામાં ન આવતા આખરે યુવાને જીવ ગુમાવ્યો હતો.

કરજણ નવા બજારમાં આવેલ હરિક્રુષ્ણ સોસાયટી 11 નંબરમાં રહેતો મિતુલભાઈ અશોકભાઈ ભટ્ટ ઉ.વ 24 પોતાની બાઈક લઈને બપોરે કરજણથી હાંડોદ જતો હતો. ત્યારે કરજણ ઉમજ રોડ પર કુરાઇ અને ખાંધા વચ્યે કેનલ પાસે રોડ પર પડેલ ખાડામાં બાઈક ભટકાઈ હતી.

ત્યાર બાદ બાઈક સીધી ઝાડમાં અથડાતા મિતુલભાઈ ભટ્ટ હેલમેટ પેહેરેલ હોવા છતા માથાંના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. મહામુસીબતે હેલમેટ કાઢી કરજણ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે તેને લવાયો હતો. જ્યા ડોક્ટરે મિતુલભાઈ અશોકભાઈ ભટ્ટે તેને મૃત જાહેર કર્યો હતો. આમ રોડપર પડેલ ખાડા સ્ટેટ હાઈવે દ્વારા પૂરવામાં ન આવતા ખાડાએ યુવકનો ભોગ લીધો હતો. જ્યારે કરજણ ઉમજ રોડ મંજૂર થયો હોવા છતા કામ શરૂ કરવામાં આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો