અકસ્માત:ફતેપુરા પાસે બેફામ કાર બે બાઈક અને ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઇ

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા પાસે કાર બે બાઈક અને ટેમ્પો સાથે અથડાતા કારનો કચરઘાણ વળી ગયો. - Divya Bhaskar
ફતેપુરા પાસે કાર બે બાઈક અને ટેમ્પો સાથે અથડાતા કારનો કચરઘાણ વળી ગયો.
  • એરબેગ ખુલી જતાં કારમાં સવાર યુવાનોને સામાન્ય ઇજાઓ થઇ

કરજણ નગરમાંથી ગુરૂવારે ગણેશ વિસર્જન માટે નારેશ્વર યુવાનો ગયા હતા. જેમાં ગણેશ વિસર્જન કરીને ચાર યુવાનો સ્વિફ્ટ કારમાં નારેશ્વરથી કરજણ આવતા હતા. ત્યારે સ્વિફ્ટ કાર ચાલકે કાર ફૂલ સ્પીડે જાણે કોઈ રેસમાં કાર ચલાવતો હોય એ રીતે કાર હંકારી ફતેપુરા પાસે ભાથુજી ડેરી રાફાડાવાળા વળાંક પાસે કાર પરનો કાબૂ ના રહેતા કાર મંદીર પાસે રોડની બાજુમાં મૂકેલી બે બાઇકો અને એક ટેમ્પા સાથે ધડાકાભેર અથડાતા ધડાકાનો અવાજ સાંભળીને ખેતરમાંથી ખેડૂતો પણ રોડ પર દોડી આવ્યા હતા.

જેમાં કારની આગળના ભાગનો કચરઘાણ વળી ગયો હતો અને કારની એરબેગ ખુલી જતા કારમા સવાર યુવકોને ઓછી વતી ઇજાઓ થવા પામી હતી. સદનશીબે કોઈ જાનહાની થવા પામી નહોતી. તેમજ અકસ્માતની પોલીસ ફરિયાદ પણ નોંધાવા પામેલ નથી. જ્યારે ગણેશવિસર્જનને લઈને પોલીસ દ્વારા દારૂ બંધીનો ચુસ્ત અમલ કરાવવામા આવેતો વિસર્જન વખતે થતા અકસ્માતો નિવારી શકાય.

અન્ય સમાચારો પણ છે...