તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સાસરોદમાં સામાજિક કાર્યકરને 4 ઈસમોએ મોતને ઘાટ ઉતારી દીધો

કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચની હોસ્પિટલમાં ડોક્ટરે તપાસતાં ઐયુબ મહંમદ પીરીયાને મૃત જાહેર કર્યા
  • મારુતિ હોટલ પાછળ ઐયુબ પીરીયા લોહીલુહાણ હાલતમાં પડેલા હતા

કરજણ તાલુકાના સાસરોદ ગામે ગામના સમાજીક કાર્યકરને ગામના સ્ટેન્ડ પાસે આવેલી મારૂતી હોટલ નજીક ઐયુબ સાવલીવાલાના ભંગારના ગોડાઉનની પાછળ જમીન પર લોહી નીકળતી હાલતમાં પડેલ હતા. જેમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં ભરૂચ ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જતા સારવાર માટે લઈ જતા ડોક્ટરે મરણ ગયાનું જાહેર કરાયા હતા. જેમાં એમ્બ્યુલન્સમાં ઐયુબભાઈની પત્નીને પૂછતા ગામના ચાર ઈસમોએ માર મારેલ હોવાનું જણવ્યું હતું. ઐયુબભાઈની પત્નીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર સામે ગુનો દાખલ કર્યો હતો.

કરજણ તાલુકાના સાસરોદ ગામે રહેતા ઐયુબભાઈ મહંમદ પીરીયા ધનિયાવી ખાતે ગયા હતા. સાંજે સાડાપાંચ વાગે છોકરા મહંમદ રબ્બાનીએ ફોન કરતા જણાવેલું કે પાલેજ છું થોડીવારમાં ઘરે આવું છું. અને બાદમાં ઘરે ના આવતા ફોન લાગેલ નહીં અને ગામના કોઈ ઈસમનો ફોન ન આવ્યો. બાદમાં ગામના એક ઈસમનો મહંમદ રબ્બાની પર ફોન આવતાં જણાવેલું કે ઐયુબભાઇ સાસરોદ સ્ટેન્ડ પાસે મારૂતી હૉટલ પાછળ લોહીલુહાણ હાલતમાં પડેલા છે.

આવી જાણ થતાં ઐયુબભાઈની પત્ની અને છોકરો સ્થળ પર જતાં ઐયુબભાઈને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ ગયા હતા. રસ્તામાં વહીદાબાનુંએ શું થયું એવું પૂછતા ઐયુબભાઈએ જણાવેલું કે ઉસ્માનગની મુસા લાખા, સરફરાઝ ઉસ્માનગની લાખા, ઐયુબ સાવલીવાલા મોઈને માર માર્યો હતો. ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરે તપાસતાં ઐયુબ મહંમદ પીરીયાને મૃત જાહેર કર્યા હતા.

આમ ઉસ્માનગની મુસા લાખા, સરફરાઝ ઉસ્માનગની લાખા, ઐયુબ સાવલીવાલા, મોઈન ઐયુબ સાવલીવાલાએ કોઈ કારણોસર હથિયાર વડે માથાના પાછળના ભાગે, કપાળના ભાગે, બંને હાથે પગે અને પેટના ભાગે માર મારી જીવલેણ ઈજા કરી મોત નીપજાવ્યું હતું. વહીદાબાનુંએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...