તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કરજણ હાઈવે પર પાર્ક કરેલા કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

કરજણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ વિજિલન્સે દારૂના જથ્થા સાથે 3ને ઝડપ્યા
  • કુલ 21.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગુજરાત બેસ્ટ વિજિલન્સની તેમને મળેલી બાતમીના આધારે કરજણ નેશનલ હાઇવે 48 પર ત્રણ લાખની આગળ આવેલી સાગર હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા કન્ટેનરમાંતપાસ કરતાં પાછળના ભાગે ડોલોમાઈટનો પાવડર ભરેલો હતો. પોલીસે કન્ટેનરના કેબિનમાં તપાસ કરતા ખાખી કલરની સેલોટેપ વીંટાળેલા બોક્ષમાં વિદેશી દારૂના પાઉચ ભરેલા હતા. જેમાં કુલ 720 નંગ કિંમત 72000 તેમજ કન્ટેનરની કિંમત 20 લાખ રૂપીયા, ડોલોમાઈટ પાવડરની કિંમત 82500 તેમજ ત્રણ નંગ મોબાઇલ 10500 તેમજ અંગજડતી 3050 રૂા. આમ કુલ પોલીસે 2168050ના મુદ્દામાલ સાથે 3ની ધડપકડ કરી કરજણ પોલીસ સ્ટેશનમાં 6 સામે પ્રોહી.નો ગુનો નોધતા કરજણ પોલીસે તપાસ હાથ ધરેલ છે .

સ્ટેટ વિજિલન્સ પોલીસ બાતમી આધારીત કન્ટેનરની તપાસમાં હતા. ત્યારે કરજણ ટોલનાકુ પસાર કરી આગળ આવેલી સાગર હોટલના કંપાઉન્ડમાં બાતમીવાળું કન્ટેનર પાર્ક કરેલું હતું. જેમાં કન્ટેનરમાં તપાસ કરતા ડોલોમાઈડ વેસ્ટ પાઉડરની થેલીઓ ભરેલી હતી. જ્યારે કેબીનમાં તપાસ કરતા સીટની પાછળની ભાગે ખાખીકલરની સેલોટેપ મારેલ બોક્ષ ભરેલા હતા. બોક્ષમાં વિદેશી દારૂના પાઉચ નંગ 720 કિંમત 72000, કન્ટેનર, ડ્રાઈવર સહીત 3 ઈસમો ભેરૂંલાલ રૂપાલાલ ડાંગી રહે નાથદ્વારા રાજસ્થાન, સુંદરલાલ ખેમરાજ સેન રહે ગામ સમીચા રાજસમદ રાજસ્થાન, લક્ષ્મણલાલ મથુરલાલ ગુર્જર રહે માદડા રાજસમદ રાજસ્થાન આમ ત્રણ ઈસમોની પોલીસે ધડપકડ કરી હતી.

જ્યારે વિદેશી દારૂ મોકલનાર ગોવિંદસિંહ મોહનસિંહ રાજપૂત રહે રાજસમદ રાજસ્થાન, નરેન્દ્ર ખટીક રહે કોટા રાજસ્થાન જ્યારે સુરત ખાતે વિદેશી દારૂ લેવા આવનાર ઈસમ આમ 6 ઈસમો સામે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાયો છે. જ્યારે 72000નો વિદેશી દારૂ 20 લાખનું કન્ટેનર, ત્રણ નંગ મોબાઇલ 10500 અંગજડતીના રોકડા રૂા. 3050 તેમજ ડોલોમાઈડ વેસ્ટ પાઉડર કિંમત 82500 આમ કુલમળીને 2168050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...