કરજણ તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ખેડૂતોએ સોમવારે કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવેલ છે કે ઉપરવાસમાં વધુ વરસાદને લઈને સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. જે પાણીની આવક વધતા તબક્કાવાર પાણી છોડવામાં આવે તો પૂરની પરીસ્થીતી ના સર્જાય. જેથી તબક્કાવાર પાણી છોડવાથી ખેતીને વ્યાપક નુકસાન અટકી જાય એમ છે.
ઉપરવાસમાં વધુ વરસાદને લઈને હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધવા લાગી છે. જેને લઇને કરજણ તાલુકાના નર્મદા કાંઠાના વિસ્તારના ખેડૂતો દ્વારા સોમવારે ધારાસભ્ય અક્ષય પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે કે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી આવક આવે છે. એની સામે પાણી છોડવામાં આવે. જેથી પૂરની પરિસ્થિતિ ના સર્જાય. એકદમ પાણી છોડવામાં આવે તો પૂરની પરિસ્થિતિ સર્જાય છે. જેને લઇને ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવે એમ છે. જેથી તબક્કાવાર પાણી છોડવામાં આવે તો પૂરની પરિસ્થિતિનું સર્જન ના થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.