ભાસ્કર વિશેષ:કરજણમાં 40 લાખના ખર્ચે નવીન પશુ દવાખાનું બનશે

કરજણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ નગરમાં 40 લાખના ખર્ચે બનનાર નવીન પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત યોજાયું હતું. - Divya Bhaskar
કરજણ નગરમાં 40 લાખના ખર્ચે બનનાર નવીન પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત યોજાયું હતું.
  • ધારાસભ્યના હસ્તે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કાર્યકરો અને ડોક્ટરો હાજર રહ્યા

કરજણ બજારમાં આવેપશુ દવાખાના જર્જરિત હાલતમાં થઈ ગયેલ હોવાથી નવીન પશુ દવાખાનું બિલ્ડીંગ 40 લાખન ખર્ચે મંજૂર થતાં સોમવારના રોજ કરજણના ધારાસભ્ય અને કરજણ શહેર ભાજપ પ્રમુખના વરદ હસ્તે નવીન પશુ દવાખાનાનું ખાતમુર્હૂત યોજાયું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ પશુ દવાખાના ડોક્ટર હાજર રહ્યા હતા.

કરજણ નગરમાં આવેલ પશુદવાખાનાનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોય જે બિલ્ડીંગ નવું બનવવામાટે 40 લાખ રૂપીયાની ગ્રાન્ટ મંજૂર થતા સોમવારે કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને કરજણ શહેર ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહના વરદ હસ્તે ખાતમુહૂર્ત યોજાયું હતું. જેમાં કરજણ શહેર મહામંત્રી શૈલેષભાઈ પાવા, કોષાધ્યક્ષ કેતનભાઈ શાહ જિલ્લા યુવા મોરચાના મંત્રી અર્પણભાઈ ભટ્ટ, શહેર કિસાન મોરચા પ્રમુખ કલ્પેશ મામા તેમજ ભાજપાના કાર્યકરો અને પશુ દવાખાનાના ડોક્ટરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...