કરજણ તાલુકાના સાંસરોદ ગામે હલદરવા નગરીમાં રહેતા આધેડ રવિવારે સવારે 10 વાગ્યાના સુમારે નેશનલ હાઇવે 48 પર ભરૂચથી વડોદરા જતી ટ્રેક પસાર કરી રહ્યા હતા. ત્યારે એક કારચાલકે આધેડને અડફેટમાં લેતા માથાના ભાગે કાન અને હાથના ભાગે અને બંને પગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જેના પુત્ર કરજણ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે કારચાલક સામે અકસ્માતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
સાસરોદ ગામમાં આવેલ હલદરવા નગરીમાં રહેતા અભેસંગભાઈ લવઘણભાઈ વસાવા સવારે સાસરોદ ગામ પાસે આવેલી ડાયમંડ હોટલ સામે ભરૂચથી વડોદરા જતી ટ્રેક પર રોડ ક્રોસ કરતા હતા. ત્યારે કાર ચાલકે પોતાના કબજાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોડ ક્રોસ કરી રહેલા અભેસંગભાઈ વસાવાને અડફેટમાં લેતા અભેસંગ ભાઈ વસાવાને માથાના ભાગે કાનના ભાગે અને બંને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં અભેસંગભાઈ લવઘણભાઈ વસાવા ઉ .વ 58નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કારચાલકની ત્યાંથી ભાગી છૂટતાં સાંસરોદ ગામના સ્થાનિકોએ કારનો પીછો કરતા કારનો નંબર જીજે 16ડીસી 2500 હોવાનું જણાઈ આવતા પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.