ગામડાઓમાં લાભ મળશે:વડોદરા - ભરૂચ વચ્ચે કરજણ ખાતે ફાયર સ્ટેશન સ્થાપવામાં આવશે

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં ફાયર સ્ટેશન માટે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે

વડોદરા અને ભરૂચ વચ્ચે આવેલ કરજણ ખાતે મોટુ ફાયર સ્ટેશન બનવા જઈ રહ્યું છે. જે બાબતે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એક તરફ ચાર જીઆઇડીસી બીજી તરફ ચારેઉ જીઆઇડીસી અને હાઇવે 48 પર આવેલી અનેક મોટી કંપનીઓમાં આગના બનાવોને લઈને અને વડોદરા ભરૂચની વચ્ચે મીડલમાં કરજણ ખાતે ફાયર સ્ટેશન બનવા જઈ રહ્યું છે. જે કંપનીઓ તેમજ અન્ય ગામડાઓમાં આગના બનવાઓ માટે ઘણું જ આશીર્વાદરૂપ સાબિત થશે.

વડોદરાથી ભરૂચ વચ્ચે આવેલી કંપનીઓમાં અગાઉ અનેક વખત આગના બનાવો બનવા પામ્યા હતા. તેમજ કરજણ તાલુકાના ગામડાઓમાં પણ અગાઉ આગના બનાવો બનવા પામ્યા હતા. જેને લઇને કરજણ, શિનોર, પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા સરકારમાં રજૂઆત કરતા સરકાર દ્વારા વડોદરા અને ભરૂચ વચ્ચે કરજણ ખાતે ફાયર સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું છે. જેનો લાભ વડોદરાથી ભરૂચ વચ્ચે આવેલી કંપનીઓ તેમજ પોર જીઆઇડીસી, પાલેજ જીઆઇડીસી અને આજુબાજુના ગામડાઓમાં લાભ મળશે.

તેમજ નર્મદા નદી અને ઢાઢર નદી પસાર થતી હોય ત્યાં ડૂબવાના બનાવો પણ બનતા હોય છે. જેને લઈને કરજણ ખાતે મંજૂર થયેલું ફાયર સ્ટેશન અનેક રીતે ઉપયોગી નીવડશે. જ્યારે હાલમાં ફાયર સ્ટેશન માટે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...