તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદૂષણને લીધે પાકને નુકસાન:કરજણ તાલુકામાં પ્રદૂષણને લીધે ખેતીમાં થયેલ નુકસાન અંગે સુમેરૂ ખાતે ખેડૂત સંમેલન યોજાયું

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોએ ખેતીમાં થયેલ નુકસાનીના વળતરની સરકારને માગ કરી. - Divya Bhaskar
ખેડૂતોએ ખેતીમાં થયેલ નુકસાનીના વળતરની સરકારને માગ કરી.
  • 17 ઓગસ્ટે ખેડૂતો કરજણ પ્રાંત અને વડોદરા કલેકટરને આવેદન પત્ર આપશે

કરજણ તાલુકામાં હવાના પ્રદૂષણને લઈને ખેતીના પાકમાં નુકસાન થવા પામેલ છે અને પાકના પાન પણ લાંબા થઈ જવા પામ્યા છે. ખેડૂતો દ્વારા મોંઘી દવાનો છંટકાવ કરી ખેતીમાં ખર્ચો કરી પાક તૈયાર કરેલ છે. પરંતુ હવાના પ્રદૂષણને લીધે હાલમાં પાકને નુકસાન થયું છે. જેથી હવાનું પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કાર્યવાહી કરવા માટે અને ખેડૂતોને વળતર મળે એ માટે કરજણ તાલુકાના ખેડૂત સમાજનું સુમેરૂ ખાતે સંમેલન યોજાયું હતું. 17 ઓગસ્ટના રોજ ખેડૂતો મોટી સંખ્યામાં કરજણ પ્રાંત અને વડોદરા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવશે .

કરજણ તાલુકામાં હાલમાં ઉભા પાકના પાન લાંબા થઈ રહ્યા છે અને પાન કોકડાઈ જવા પામ્યા છે. જેમાં કપાસ, તુવેર અને શાકભાજીમાં નુકસાની જોવા મળી રહી છે. ખેડૂતોએ મોંઘા બિયારણો અને ખાતર નાંખીને ખેતી તૈયાર કરી અને હવે હવાના પ્રદૂષણના કારણે ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી શનિવારે સવારે કરજણ તાલુકાના ખેડૂતોનું મીયાગામ સુમેરૂ ખાતે સંમેલન યોજાયું હતું.

સરકાર પાસે ખેતીમાં થયેલ નુકસાનીના વળતરની માંગણી કરેલ છે અને હવામાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. આ સાથે 17 ઓગસ્ટના રોજ ખેડૂતો દ્વારા કરજણ પ્રાંત અધિકારી અને વડોદરા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. જો સરકાર ખેડૂતોની લાગણી અને માગણી નહીં સંતોષે તો આવનાર દિવસોમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...