રેસ્ક્યૂ:110 ફૂટ જેટલા ઊંડા કૂવામાં પડેલી ગાયને રેસ્ક્યૂ કરાઈ

કરજણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરજણ પાલિકાની ફાયર ટીમે ગાયને બચાવી

કરજણ નેશનલ હાઇવે 48 પર આવેલી જીન્દાલ કંપનીની બાજુમાં વર્ષો પુરાણો જુનો કુવો આવેલો છે. જે કૂવામાં ગતરોજ એક ગાય પડી જતા આ બાબતેની જાણ કરજણ નગર પાલિકાના ફાયર બ્રિગેડને કરાઈ હતી. કરજણ નગરપાલિકાની ટીમ સાધન સામગ્રી લઈને કુવા ખાતે પહોંચી હતી. ત્યાં જઈને છ કલાકની જહેમત બાદ કરીને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી.

કરજણ જીન્દાલ કંપનીની બાજુમાં આવેલા વર્ષો પુરાણા 110 ફૂટ ઉંડા ખુલ્લા કૂવામાં 30 જુલાઈના રોજ એક ગાય કૂવામાં પડી હતી. જેમાં કરજણ નગર પાલિકા ફાયરબ્રિગેડના જવાનો 31 જુલાઈના રોજ કોલ મળતા નગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સાધન સામગ્રી લઈને જિન્દાલ કંપનીની બાજુમાં આવેલ ખુલ્લા કૂવા પર પહોંચી હતી. જેમાં પાલિકાના ફાયર ફાઈટરની 6 કલાકની રેસ્ક્યુ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...