તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબિંગ:સોમજ ગામે બે ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

કરજણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કરજણ તાલુકાના સોમજ ગામે સ્વપરાજિત મિલ્કતમાં ભત્રીજાઓની જમીન પર કાકાએ કબજો કરી લીધો હતો. આ જમીનનો કોર્ટનો ચુકાદો પાણ અરજદાર તરફે આવેલ હોવા છતા આ જમીન પર કાકાઓએ બીન અધીકૃત રીતે કરેલા કબજો છોડતા ન હતા. જેથી અરજદારે વડોદરા જિલ્લા કલેકટરને અરજી કરતા આ કેશની જરૂરી તપાસ કરતા લેન્ડ ગ્રેબીગનો ગુનો બનતો હતો. કરજણ પોલીસ સ્ટેશનમાં અરજદારે પિતરાઈ ભાઈઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબીગ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

કરજણ તાલુકાના સૉમજ ગામે રહેતા મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ બારડ ના પીતાચંદ્રસિંહ ગણપતસિંહ બારડ ના ઓએ ગામના શાંતિલાલ વ્રજલાલ શાહ પાસેથી ખેતીની જમીન વેચાણ રાખેલ હતી જે જમીન ચંદ્રસિંહ ના પુત્રો બ્લોક/ સર્વે નંબર 27 પૈકી 1 ક્ષેત્રફળ 1-70-99 વાળીજમીન જાલમસિંહ ચંદ્રસિંહ બારડ ના ભાગે અને બ્લોક /સર્વે નંબર 27 પૈકી 2 ક્ષેત્રફળ 1-2-60 વાળી જમીન મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ બારડ ના ભાગે આવેલ .

જેમાં ફરિયાદી મહેન્દ્રસિંહ સોમસિંહ બારડ ના કાકાના દીકરા અરૂણસિંહ બારડ ના એ બ્લોક/ સર્વે નંબર 27 પૈકી 1 ક્ષેત્રફળ 1-70-99 જમીન પર કબજો કરીલીધેલ અને લક્ષ્મણસિંહ બારડ ના એ બ્લોક /સર્વે નંબર 27 પૈકી 2 ક્ષેત્રફળ 1-2-60 વાળી જમીન પર કબજો કરેલ હોય જવાથી આ બાબતેનો કેશ કોર્ટમાં ચાલી જતા કોર્ટે નો ચુકાદો મહેન્દ્રસિંહ બારડના તરફેણમાં આવેલ હોવા છતાં બીન અધીક્રુત રીતે કબજો કરેલ હૉય અરજદારે કલેકટરમાં અરજી કરતા તપાસ થતા લેન્ડ ગ્રેબીગ નો ગુનો બનતો હૉય કરજણ પોલીસ સ્ટેશનમાં અરજદારે અરૂણસિંહ શિવસિંહ બારડ અને યોગેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ બારડ સામે ફરિયાદ નોંધાવતા કરજણ પોલીસે પોલીસે લેન્ડ ગ્રેબીગ મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...