કરજણ તાલુકાના માકણ ગામની નવીનગરીમાં રાત્રિના સમયે સ્ટેટ લાઇટના અજવાળે ગામના કેટલાક ઈસમો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા હોવાની વાતની કરજણ પોલીસને મળતા કરજણ પોલીસે સ્ટાફના માણસો સાથે બાતમી આધારિત સ્થળ પર માકણ ગામની નવી નગરીમાં જુગાર રમતા જુગારીઓને કોર્ડન કરીને છાપો મારતા રાત્રીના સમયે જાહેરમાં જુગાર રમતા બુધાભાઈ નરસિંહભાઈ વસાવા, સરફરાજભાઈ ઇકબાલભાઈ તાબુ ,સંજયભાઈ ગોવિંદભાઈ વસાવા, રોહિતભાઈ ચંદુભાઈ વસાવા, મુકેશભાઈ હરિલાલ વસાવા, રોહિતભાઈ ખોડાભાઈ વસાવા, રાજુભાઈ સુરેશભાઈ વસાવા, કમલેશભાઈ ભુરાભાઈ વસાવા તેમજ સરફરાજ ઉમરજી કોલા આમ 9 જુગારીયા ઓને ઝડપી પાડીને તેઓની અંગઝડતી કરતા અંગઝડતીમાંથી પોલીસને 5430 રૂપિયા તેમજ હાર જીતના દાવ પરના 1600 રૂપિયા તથા 2 નંગ મોબાઈલ કિંમત 2500 આમ કુલ મળીને પોલીસે 9530 રૂપિયાના મુદ્દામાલ સાથે 9 જુગારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.