તસ્કરી:ચોરંદા ગામે ચાવી ઉપાડી 8 લાખની ચોરી

કરજણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકામાં તસ્કરોનો તરખાટ બોલતી તસવીર. - Divya Bhaskar
કરજણ તાલુકામાં તસ્કરોનો તરખાટ બોલતી તસવીર.
  • કરજણ તાલુકામાં અગાઉની 5 ચોરી અને લૂંટનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી ત્યાં વધુ એક ઘરમાં લાખોની ચોરી
  • પોલીસે તસ્કરોની શોધખોળ સાથે તપાસ કાર્યવાહી કરવા ડૉગ સ્કવોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લીધી

કરજણ તાલુકાના ચોરંદા ગામે જોશી ફળિયામાં રહેતો જોષી પરિવાર રાત્રે ઘરની બહાર આંગણામાં સુતો હતો, ત્યારે ઓશિકા નીચેથી ચાવી લઈને તસ્કરોએ મકાનનો દરવાજો ખોલી મકાનના બીજા ખંડમાં રાખેલી લોખંડની તિજોરી ખોલી તેમાં જ પેટી પલંગ નીચેથી પર્સમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા 8,04,000ના મુદ્દામાલની ચોરી થવા પામી હતી, જેને લઇને મકાનમાલિકે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડૉગ સ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાતની મદદ લીધી છે.​​​​

કરજણ તાલુકાના ચોરંદા ગામે જોષી ફળીયામાં રહેતા પ્રકાશચંદ્ર નર્મદાશંકર જોષી ફળીયામાં લગ્ન હોય કાયાવરોહણ ખાતે લગ્ન પ્રસંગ પતાવીને રાત્રે પોતાનો પરિવાર અને બહેન સાથે ઘરે ચોરંદા ગામે રાત્રે ઘરના આંગણમાં અલગ અલગ ખાટલા પથારીને સૂતા હતા.

અને ઘરના દરવાજાની ચાવી પ્રકાશચંદ્રની પત્નીના ઓશીકા નીચે મૂકીને સુઈ ગયા ત્યારે રાત્રી સમયે તસ્કરોએ ઓશીકા નીચેથી ઘરની ચાવી લઈને મુખ્ય દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ કરી મકાનના વચ્યેના રૂમમાં મૂકેલી તીજોરી અને પેટી પલંગમાં મૂકેલા પ્રકાશચંદ્ર જોષીની બહેનના પર્સમાંથી સોનાના દાગીના મંગલસૂત્ર, સેટ, દોરો, પેન્ડલ, બુટ્ટી તેમજ ચાંદીના દાગીના રૂપિયા 7,97, 000 અને રોકડા રૂપિયા 7000 આમ કુલ મળીને રૂપિયા 804000 ના મુદ્દામાલની ચોરી થવા પામી છે.

જ્યારે પ્રકાશચંદ્ર જોષીએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોધી તપાસ હાથ ધરેલી છે જ્યારે અગાઉ એકજ રાતમાં એક સાથે ચાર ગામના ચોરી થવા પામી હતી. ત્યાર બાદ સોનીને લૂંટી લેવામાં આવ્યો અને કરજણ નગરમાં ચોરી નોંધાઇ હતી. હજુ ચોરી અને લૂંટના ભેદ ઉકેલાયો નથી ત્યા વધુ એક ચોરી થવા પામી છે. ચોરીઓ વધતા પોલીસ માટે પડકાર રૂપ સાબીત થયેલી છે .

અન્ય સમાચારો પણ છે...