તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબુ:કરજણમાં શુક્રવારે કોરોના પોઝિટિવના 7 કેસ નોંધાયા

કરજણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજારોમાં અને શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી

કરજણ ખાતે શુક્રવારના રોજ 148 ઈસમોએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેમાંથી 7 ઈસમોનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આમ વાતવરણમાં ઠંડીની જમાવટ થતા કોરોનાના દર્દીઓમાં વધારો થતો જાય છે. જ્યારે મંદિરો બંધ કરવામાં આવ્યા છે પરંતુ બજારોમાં અને શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તો કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય છે.ગુજરાતમાં કોરોના વાઈરસના કેસોમાં વધારો થવા પામેલ છે અને દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસો વધે છે. જેમાં કરજણ અર્બન હેલ્થ સેન્ટર ખાતે શુક્રવારના રોજ 148 ઈસમોએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેમાંથી 7 ઈસમોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ છે.

આમ કરજણમાં પણ કોરોનાના કેશોસોનો વધારો થતો જાય છે. જ્યારે કરજણ નગરમાં કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે મંદિરો બંધ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ બજારમાં અને શાકમાર્કેટમાં પણ જો સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તો કોરોનાનુ સંક્રમણ અટકાવી શકાય એમ છે. કરજણ બજાર અને શાકમાર્કેટમાં ચુસ્ત પણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...