ભાસ્કર વિશેષ:કરજણના 67 VCL વિવિધ માગણીઓને લઈને તાલુકા પંચાયત કચેરી બહાર ધરણાં પર ઉતર્યાં

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકાના પંચાયતના VCL વિવિધ માંગણીઓ સાથે કરજણ તાલુકા પંચાયત કચેરી બાહર ધરણા પર ઉતરી વિવિધ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. - Divya Bhaskar
કરજણ તાલુકાના પંચાયતના VCL વિવિધ માંગણીઓ સાથે કરજણ તાલુકા પંચાયત કચેરી બાહર ધરણા પર ઉતરી વિવિધ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો.
  • આંદોલનને કરજણ કોંગ્રેસ સમિતી અને સરપંચ સંઘે ટેકો જાહેર કર્યો

કરજણ તાલુકાનો 84 ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર પર ફરજ બજાવતા 67 જેટલા VCL પોતાની માંગણીઓને લઈને આગવા આવેદન પત્ર આપ્યું હતું. છતા માંગણીઓ ના સંતોષતા ગુરુવારે સવારે કરજણ તાલુકાના પંચાયત કચેરીએ બાહર એક દિવસના ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. જેને કરજણ સરપંચ સંઘ અને કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિએ VCL આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.

કરજણ તાલુકામાં આવેલી 84 ગામ પંચાયતમાં કોમ્પ્યુટર પર ફરજ બજાવતા 67 જેટલા VCLઓ પોતાની વિવિધ માંગણી ઓને લઈને ગુરૂવારે કરજણ તાલુકા પંચાયત કચેરી બાહર ધરણાં પર બેઠા હતા. જે ખાસ કરીને કમિશન પ્રથા નાબૂદ કરી અને સરકારી કર્મચારી જાહેર કરવા, પરિવાર સહિત વીમા કવચ પૂરું પાડવું, તેમજ સરકારી કર્મચારીઓને મળતા લાભોની માંગણીઓ સાથે ધરણા પર બેઠા હતા. જેમાં કરજણ તાલુકા સરપંચ સંઘ અને કરજણ તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા VCLના આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...