તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારીયા ઝડપાયાં:કરજણમાં જુગાર રમતા 5 ખાનદાની નબીરા ઝડપાયાં

કરજણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરજણ પોલીસે 12250નો મુદ્દામાલ જપ્ત કર્યો

કરજણ જૂના બજાર ખાતે રહેતા 5 ખાનદાની નબીરા ગણપતપૂરા રોડ પર આવેલ ચામુંડા કોમ્પલેક્ષમાં લાઇટના અજવાળે જાહેરમાં પત્તા પાનાંનો જુગાર રમતા હતા. બાતમીના આધારે પોલીસે કોર્ડન કરીને 5 જુગારીયાઓને ઝડપી પડેલ છે.

કરજણ જૂના બજાર ખાતે આવેલ ધાવટ ચોકડીથી ગણપતપુરા રોડપર આવેલ ચામુંડા કોમ્પલેક્ષમાં સ્ટ્રીટ લાઇટના અજવાળા નીચે જૂના બજારના ખાનદાની નબીરાઓ નિમેષભાઈ દિલીપસિંહ ચાવડા રહે દસમોભાગ જૂના બજાર કરજણ, જયેન્દ્રસિંહ રણજીસિંહ ચાવડા રહે દસમોભાગ જૂના બજાર કરજણ, જયેશસિંહ ભરતસિંહ ચાવડા દસમોભાગ જૂના બજાર, દક્ષેશભાઈ ભીખાભાઈ પટેલ રહે સોનાનગર સોસાયટી નવા બજાર કરજણ, ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રણા રહે દસમોભાગ જૂનાબજારનાઓને ઝડપી પાડી પાંચેયની અંગ જડતીમાં 4000 રોકડા તેમજ પતા પાનાના હાર જીતના દાવ પરના 8250 રૂપીયા આમ કુલ મળીને પોલીસે 12250ના રોકડા રૂપીયાના મુદ્દામાલ સાથે પોલીસે પાંચેય જુગારીયાઓની ધડપકડ કરી કાયદેસરની કર્યવાહી હાથ ધરેલ છે. આમ ખાનદાની નબીરાઓને જુગાર રમતા પોલીસે ઝડપી પડતા કરજણમાં અન્ય જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...