સુખાકારી દિવસની ઉજવણી:વડોદરા જિલ્લાની 4 નગર પાલિકાઓને રૂા. 4.25 કરોડના ચેક એનાયત કરાયા

કરજણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરી સુખાકારી દિવસની ઉજવણી કરજણમાં ભરતમુની હોલ ખાતે યોજાઈ
  • કૃષિ મંત્રી આર. સી. ફળદુના હસ્તે ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા

ગુજરાત સરકાર દ્વારાના 5 વર્ષની સૌનો સાથ સૌનો વિકાસ શહેરીજન સુખાકારી દિવસની ઉજવણીમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગર પાલીકા અને નગરપાલિકાઓને 1000 કરોડ રૂપિયાના ચેકો અર્પણ કરવાનો કાર્યકમ રાખેલ હતો. જેમા વડોદરા જિલ્લાનો 4 નગરપાલિકાઓનો કાર્યક્રમ કરજણ ખાતે ભરતમુનિ હોલમાં રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના કૃષિ મંત્રીઆર.સી.ફળદુના હસ્તે ડભોઇ, પાદરા, કરજણ અને સાવલી નગરપાલિકાઓને 4.25 કરોડના ચેકો નગર પાલિકાઓના પ્રમુખ અને ચીફ ઓફિસરને અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીઓની અનાવરણ કરવામાં આવ્યું હતું.

શહેરી સુખાકારી દિવસની ઉજવણી કરજણ ભરત મુની હોલ ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાત સરકાર દ્વારા નગર પાલીકા અને મહાનગર પાલિકાઓને 1000 કરોડના ઓનલાઈન ચેક વિતરણ કાર્યકમ યોજાયો હતો. જેમાં કરજણ ખાતે વડોદરા જિલ્લાની 4 નગર પાલિકાઓ પાદર, ડભોઈ, કરજણ, અને સાવલી નગર પાલિકાઓનો ચેક વિતરણ કાર્યકમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના ક્રુષિ મંત્રી આર. સી. ફળદુના હસ્તે ડભોઈ નગરપાલિકાને 1.5 કરોડ, પાદર નગર પાલીકાને 1.125 કરોડ, કરજણ નગરપાલિકાને 1.125 કરોડ, સાવલી નગરપાલિકાને 50 લાખ આમ ચારેય નગરપાલિકાઓના પ્રમુખ અને ચીફ ઓફિસરને 4.25 કરોડના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ વિકાસના કામો અને ખાતમુહૂર્તના કામોની તકતીઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

કપાસના પાનની તકલીફ દૂર કરવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે : કૃષિ મંત્રી આર.સી.ફળદુ
કરજણ | કરજણ ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુને હાલમા ભરૂચ જિલ્લામાં અને કરજણ તાલુકામાં કપાસ અને ખેતીમાં પાના લાંબા થવાની ઘટના વિશે પૂછતા તેમણે જણાવેલ કે 7થી 8 વર્ષથી ખરીફ સીઝનમાં વાયુમંડળ બગડે ત્યારે પેસ્ટીસાઈડની અસર વાયુમંડળમાં આવતી હોય છે એના કારણે ઊભા પાકને નુકસાન થાય છે. જેમાં ખાસ કરીને કપાસ મોસ્ટ સેન્સિટિવ પાક છે એની સીધી અસર તાત્કાલિક ઉભી થાય છે. ફિઝિકલ છોડની કુદરતી જે રચના હોય છે એનાથી વિકૃત પાન લાંબા થઇ જતા હોય છે. ફ્લાવરિંગ સ્ટેજ આવે ત્યારે ફ્લાવરિંગ પર અસર થતી હોય છે. આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોએ આ વિસ્તારમાંથી નમૂના લીધા છે. એનો અહેવાલ મુખ્યમંત્રીને પહોંચી જશે. જે જણાશે એ પ્રમાણએ ખેડૂતોના હિતમાં સરકાર કામ કરશે.

પ્રોટોકોલ અને હોદ્દા પ્રમાણે સ્વાગત કાર્યક્રમ ન યોજાયો
કરજણ ખાતે યોજાયેલ શહેરી સુખાકારી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સ્વાગતના કાર્યક્રમમાં છબરડા થયા હતા. પહેલા અન્યનું સ્વાગત કરવામાં આવ્યું બાદમાં પ્રદેશ ભાજપા મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલનું સ્વાગત પણ બાદમાં કરવામાં આવ્યું હતું. જ્યારે જિલ્લા ભાજપા મહામંત્રી કલ્પેશભાઈ પટેલનું સ્વાગત વિસરી ગયા આમ પ્રોટોકોલ અને હોદ્દા પ્રમાણે સ્વાગત કાર્યક્રમ ના યોજાયો. મનફાવે તેમ હોદ્દેદારોના નામો બોલી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...