તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:કરજણની 3 સોસાયટીઓના 350 લોકોએ રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્યો

કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કરજણની ગીરીવીહર, ભક્તીનગર અને શ્રી ક્રૂષ્ણ સોસાયટીના પુખ્ત વયના રહીશોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મૂકતા સંપૂર્ણ રસીકરણ ઝીંન જાહેર કરાયો હતો. - Divya Bhaskar
કરજણની ગીરીવીહર, ભક્તીનગર અને શ્રી ક્રૂષ્ણ સોસાયટીના પુખ્ત વયના રહીશોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મૂકતા સંપૂર્ણ રસીકરણ ઝીંન જાહેર કરાયો હતો.
  • ત્રણેય સોસાયટીઓને સંપૂર્ણ રસીકરણ ઝોન જાહેર કરવામાં આવ્યો

કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટેસરકાર દ્વારા કોરોનાની રસીકરણ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

જેમાં કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ ગીરીવિહાર સોસાયટી, ભક્તિનગર સોસાયટી અને શ્રીકૃષ્ણ સોસાયટીના પુખ્ત વયના 350 જેટલા રહીશોએ કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ મુકાવતા ત્રણેય સોસાયટીઓમાં એક પણ પુખ્ત વયનો રહીશ કોરોનાની રસીના પ્રથમ ડોઝ વગર બાકાત ન રહેતા કરજણ અર્બન હેલ્થ સેન્ટર ડોક્ટર પ્રશાંતસિંગ અને ડોક્ટર બીપીન ભલુ દ્વારા ગીરીવિહાર સોસાયટી, ભક્તિનગર સોસાયટી અને શ્રીકૃષ્ણ સોસાયટીને સંપૂર્ણ રસીકરણ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

જેમાં કરજણ નગર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહ મહામંત્રી પ્રદિપસિંહ રાજ શૈલેષ પાવા તેમજ ઉપપ્રમુખ નરેશભાઈ પંડ્યા અને ભાજપાના કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...