બેદરકાર તંત્ર:કરજણ તાલુકાના 300 GRD જવાનો 3 માસના વેતનથી વંચિત

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલાકી પડતાં GRD જવાનોને વહેલી તકે વેતન મળે એવી માગ

કરજણ નગર અને તાલુકામાં 300 જેટલા જીઆરડી જવાનો અને બહેનો છે. જેઓ દિવસે અને રાત્રે પોલીસ અને હોમગાર્ડ સમકક્ષ ફરજ બજાવે છે. હાલની કાળઝાળ ગરમીમાં અને જીઆરડી બહેનો રાત્રે પણ પોતાની ફરજ બજાવે છે. પરંતુ છેલ્લા 3 માસથી જીઆરડી જવાનો અને બહેનોને વેતન આપવમાં આવ્યું નથી. હમણા મોંઘવારીએ માઝા મુકી છે. ત્યારે 3 મહીનાથી વેતન પગાર વગર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જીઆરડી જવાનોને વહેલી તકે વેતન મળે એવી માગ ઉઠવા પામી છે.કરજણ નગર અને તાલુકામાં થઈને 300 જેટલા જીઆરડી જવાનો અને બહેનો ફરજ બજાવે છે.

જેમાં હાલમાં કાળઝાળ ગરમીમાં પણ પોલીસની સમકક્ષ જીઆરડી જવાનો અને બહેનો ફરજ બજાવે છે. તેમજ રોડ બંદોબસ્ત હોય કે પછી કોઈ પોગ્રામ કે કાર્યક્રમનો બંદોબસ્ત હોય એમા પણ ફરજ બજાવે છે. જ્યારે રાત્રે પણ કરજણ નગરના અને તાલુકાના વિવિધ પોઈન્ટો પર જીઆરડી ફરજ બજાવે છે અને મહિલા જીઆરડી પણ રાત્રે પોલીસ સાથે કરજણ નગરના પોઈન્ટો પર ફરજ બજાવે છે. ત્યારે છેલ્લા 3 માસથી જીઆરડીના જવાનો અને બહેનોને વેતન ન મળતા કફોડી હાલત થવા પામી છે. હાલમાં મોંઘવારીએ માઝા મુકી છે. ત્યારે દર મહીને સમયસર વેતન મળે એવી માગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...