તંત્ર સજ્જ:કરજણ-શિનોરના 23 ગામો એલર્ટ, ઉપરવાસના વરસાદના પગલે નર્મદા ડેમની સપાટી 131 પર પહોંચી

કરજણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા ડેમમાં રિવરબેડ પાવર હાઉસ ચાલુ કરતાં નર્મદા બે કાંઠે વહે છે

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસના ભારે વરસાદના પાણીની આવક થતાં સપાટી દિનપ્રતિદિન વધી રહી છે. સાથે નર્મદા ડેમમાં રિવરબેડ પાવર હાઉસ પણ ચાલુ કરી દેવામાં આવતાં નર્મદા નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. ત્યારે સરદાર સરોવરની સપાટી 131 મીટરે પહોંચતા જ કરજણના પ્રાંત અધિકારી દ્વારા કરજણ શિનોરના નર્મદા કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતાં. તેમજ બંને તાલુકાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને સતર્ક રહેવાની જાણકારી આપી દેવામાં આવી છે.

જેમાં કરજણ તાલુકાના 12 ગામો અને શિનોર તાલુકાના 11ગામોનો સમાવેશ થાય છે. નર્મદા કાંઠા વિસ્તારના ગામોના સરપંચો અને તલાટીઓ ને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં નર્મદાની સપાટી સામાન્ય છે. પરંતુ જો પાણીની આવક વધશે તો નર્મદાની સપાટીમાં પણ વધારો થવાની સંભાવનાને લઈને નર્મદા કાંઠાના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થવા પામ્યો છે અને 90,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થતી હોવાથી હાલમાં નર્મદા ડેમની સપાટી 131 મીટરે પહોંચી જવા પામી છે

જેને લઇને નર્મદા નદીમાં પાણીનું સ્તર વધવાની સંભાવનાને લઈને કરજણના પ્રાંત અધિકારી દ્વારા કરજણ શિનોરના નર્મદા કાંઠાના વિસ્તારમાં આવેલા નિચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમજ કરજણ અને શિનોરના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર અને પણ આ બાબતે સતર્ક કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ કરજણ તાલુકાના 12 ગામો જેવાકે (1)પુરા (2)પુનિતપુરા (3)આલમપુરા (4)લીલીપુરા (5)નાનીકોરલ (6)મોટીકોરલ (7)જુનાસાયર (8)સગડોળ (9)ઓઝ (10)સોમજ (11)દેલવાડા (12)અરજનપુરાનો સમાવેશ થાય છે.

જ્યારે શિનોર તાલુકા ના નર્મદા નદી કિનારે આવતા 11 ગામો ને કરાયા તંત્ર દ્રારા એલર્ટ (1)શિનોર (2)માલસર (3)માંડવા (4) સુરાસામળ (5)દિવેર (6)કંજેઠા (7)અંબાલી (8)ઝાંઝડ (9)બરકાલ (10)મોલેથા (11)દરિયાપુરાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...