તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:કરજણ શાકમાર્કેટ સાથે સંકળાયેલા 200 લોકો હોમ ક્વોરન્ટીન, હોલસેલ શાકમાર્કેટ બંધ કરાઇ

કરજણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેમાર ગામે કોરોના પોઝિટિવ આવેલા શાકભાજીના વેપારી કરજણ હોલસેલ શાકમાર્કેટમાંથી શાકભાજી ખરીદતા હતા
 • કરજણમાં હોલસેલ શાકમાર્કેટ બંધ કરાવી વેપારીના સંપર્કમાં આવેલા અન્ય વેપારી-કામદારોને ક્વોરન્ટીન કર્યા

કરજણ તાલુકાના વેમાર ગામના શાકભાજીનો વ્યવસાય કરતા ઈસમનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા એ ઈસમ કરજણ હોલસેલ શાકમાર્કેટમાંથી શાકભાજી ખરીદતા હતા. જેથી કરજણ હોલસેલ શાકમાર્કેટ બંધ કરાવીને વેપારીઓ અને એમને ત્યા કામ કરતા ઇસમો આમ કુલ 200 જેટલા શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા ઇસમોને કરજણ આરોગ્ય ખાતા દ્વારા તેઓને  હોમ કોરન્ટાઇન કરવામાં આવેલ છે.

વેમાર ગામના શાકભાજીનો વ્યવસાય કરતા સુલેમાન મેમણનો કોરોના પોઝિટિવ રીપોટ આવતા સુલેમાન મેમણ પોતે કરજણ ખાતે આવેલ હોલસેલ શાકમાર્કેટમાંથી શાકભાજી લઈજઈને વેમાર ગામે વેચતા હતા. કોરોના વાઈરસનું સંક્રમણ ના વધે એમાટે આરોગ્ય ખાતા દ્વારા શાકભાજીના વેપારીઓ અને એમને ત્યા કામ કરતા ઈસમો આમ કુલ 200 વ્યક્તીઓને હોમ કોરન્ટાઇન કરવામાં આવેલ છે. આમ સુલેમાન મેમણના સંપર્કમાં આવેલ હોય એવા ઇસમોને હિસ્ટ્રી તપાસીને હોમ કોરન્ટાઇન કરવામાં આવશે. કરજણમાં શાકભાજીના વેપારીઓને હોમ  કોરન્ટીન કરેલ હોવા છતા બિંદાસ બજારોમાં બીનરોકટોક ફરે છે. કરજણના શાકભાજીના બે વેઓરીઓ કે જેઓને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે છતા પણ બજારોમાં ફરે છે.

જો સામાન્ય માણસ લોકડાઉનનો ભંગ કરેતો 188 મુજબની કાર્યવહી કરવામાં આવે છે. જ્યારે આતો હોમ કોરન્ટાઇન કરેલ છે. છતા ઘરની બાહર ફરે છે. જેમાં એક વેપારી આજે કરજણ નગર પાલીકા કામ અર્થે પહોંચ્યો હતો. ત્યાં નગર પાલીકાના સભ્યો તેમજ સ્ટાફ પણ હાજર હતો. તોપણ કોઈ કઈ ના કરી શક્યું. જ્યારે આરોગ્ય ખાતેને જાન થતા જ એમની ટીમ નગર પાલિકામાં પહોંચીને વેપારીને વોર્નિંગ આપી કે જો હવેથી ઘરની બાહર નીકળશો તો હોમ કોરન્ટાઇનસેન્ટરમાં મોકલી આપવમાં આવશે. આમ કરજણ નગર પાલીકા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવે છે. જ્યારે હોમ કોરન્ટાઇન કરેલ વેપારી બિંદાસ નગર પાલીકા આવે છે. જ્યારે બીજો વેપારી વેમાર ગામનો છે અને એ પણ હોમ કોરન્ટાઇન હોવા છતા વેમારથી કરજણ આવતા કરજણમાં ઓવરબ્રીજ પાસેથી પોલીસે એને પરત મોકલ્યો હતો. આમ રાજકીય વગ ધરવતા હોય એમને શું કાયદો નડતો નથી? જ્યારે સામન્ય માનસ સામે કાર્યવાહી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો