કાર્યવાહી:બચાર ગામ નજીક કન્ટેનરમાંથી 5.52 લાખના દારૂ સાથે 2 ઝડપાયાં

કરજણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બૂટલેગરો વિદેશી દારૂના કટિંગ માટેની જગ્યા શોધતા હતા

કરજણ પોલીસ કરજણ નેશનલ હાઇવે 48 નાકા બંધીમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે કરજણ તાલુકાના કોલીયાદ ગામથી સીમળી ગામે જવાના રોડ ઉપર બચાર ગામ પાસે વોચમા હતા. ત્યારે એક સ્વિફ્ટ અને અને પાછળ ટેન્કરમાં આવતા ટેન્કર રોકીને તપાસ કરતા ટેન્કરમાં વિદેશી દારૂની 115 પેટી 1380 નંગ બોટલો કિંમત રૂા. 5,52,000 તેમજ ટેન્કરનું પાયલોટ કરતી સ્વિફ્ટ કાર કિંમત 600000 તેમજ બે બાઇકો કિંમત 70000, ટેન્કર કિંમત 700000, બે નંગ મોબાઇલ 5500. આમ કુલ મળીને કરજણ પોલીસે 1927500ના મુદામાલ સાથે સ્થળ પરથી બે ઈસમો મોહનલાલ ખેમાજીડાંગી રહે સાલેરા મવાલી ઉદેપુર રાજસ્થાન, જયેશભાઈ કનુભાઈ વસાવા રહે. માનપૂર તા. કરજણ ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસની રેડ પડતા સ્થળ પરથી અન્ય ઈસમો ભાગી છૂટ્યા હતા.

જ્યારે વિદેશી દારૂનો જથ્થો કરજણ તાલુકાના માનપૂર ગામના અક્ષય રણજીભાઈ પાટણવાડીયા અને વડોદરા વિપુલ જસવંતભાઈ ચાવડા તેંના મળતીયા સાથે ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ હતો અને વિદેશી દારૂનું કટીંગ કરવા માટે જગ્યા શોધતા પહેલાં કરજણ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...