અકસ્માત:કરજણ તાલુકામાં અકસ્માતના 2 બનાવમાં 2નાં મોત નિપજ્યા

કરજણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેથાણ ગામ પાસે નેશનલ હાઈવે 48પર  ઉભેલ.ટ્રક પાછળ બીજી ટ્રક ગુસી જતા ડ્રાઈવર  નું મોત નીપજ્યું . - Divya Bhaskar
દેથાણ ગામ પાસે નેશનલ હાઈવે 48પર ઉભેલ.ટ્રક પાછળ બીજી ટ્રક ગુસી જતા ડ્રાઈવર નું મોત નીપજ્યું .
  • પાછીયાપુરા પાસે ટ્રેક્ટર પલટી ખાતા નીચે દબાઈ જતા ચાલકનું મોત

કરજણ તાલુકાના પાછીયાપુરા ગામેથી ખેતર ખેડીને અલ્પેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા ટ્રેક્ટર લઈને કરજણ જવા માટે ટ્રેકટર લઇને જતી વખતે ખેતરમાંથી ખાડા ટેકરાવાળા રસ્તામાંથી ટ્રેક્ટર લઈને કેનાલ વાળા રોડ પર ચઢવા જતા ટ્રેક્ટર પલટી ખાતા ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી અલ્પેશભાઈ લક્ષ્મણભાઈ વસાવાને માથાના ભાગે અને શરીરના ભાગે ઇજાઓ થતાં અલ્પેશભાઈ લક્ષ્મણભાઈ વસાવવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

કરજણ તાલુકાના દેથાણ ગામે નેશનલ હાઇવે 48 ઉપર ભરૂચથી વડોદરા જતી ટ્રેક પર રોડની બાજુમાં એક ટ્રક ઉભી હતી. ત્યારે મહંમદતોહીદ મહંમદતોફિક પોતના કબજાની ટ્રક ફૂલ ઝડપે અને હંકારી લાવીને રોડની બાજુમાં આગળ ઉભેલી ટ્રકની પાછળ અથડાતા બંને વચ્ચે એક્સિડન્ટ થવાથી મહંમદતોહીંદ મહંમદતોફીકને બંને પગના ભાગે ફેક્ચર તેમજ માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મહમદતોહીદ મહમદતોફીક ઉ.વ 22 રહે મોહનગંજ રાયબરેલી ઉત્તરપ્રદેશનું મોત નીપજ્યું હતું.

પોલીસે બંન્ને માં અકસ્માત ગુનો નોધી બંન્નેની લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને સગા વહાલાઓને સોંપેલ છે.

અન્ય સમાચારો પણ છે...