કરજણ નેશનલ હાઈવે 48 ઉપર એક માસ અગાઉ આવેલ ટોલનાકા પર ફ્રીમાં ગાડી પસાર કરવા બાબતે કરજણ શહેર યુવક ભાજપ પ્રમુખ અને તેના ભાઈએ ટોલનાકાના કર્મચારીને માર માર્યો હતો. તેમજ ટોલનાકા પર તોડફોડ કરવામાં આવી હતી એ ઝઘડાની અંગત અદાવત રાખીને મિયાગામના બે યુવકો દ્વારા કરજણ શહેર ભાજપ યુવા પ્રમુખના ભાઈને કરજણ નવા બજાર જૂના શાકમાર્કેટ પાસે પાનના ગલ્લા પાસે ઉભો હતો. ત્યારે બે યુવકોએ ધોલ ધાપટ કરી માર મારવામાં આવ્યો હતો .જેને લઈને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે યુવકો સામે ગુનો નોધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
એક માસ અગાઉ કરજણ શહેર યુવક ભાજપ પ્રમુખ પ્રણવસિંહ અટાલીયા અને તેનો ભાઈ જયવીરસિંહ અટાલીયાએ પોતાના સંબંધીની ગાડી ટોલ ટેક્સ ભર્યા વગર પસાર કરવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં ટોલનાકાના કર્મચારી પૃથ્વીરાજસિંહ બળવંતસિંહ ગોહિલને માર મારીને ટોલનાકા પરની બારી તોડી નાખવામાં આવી હતી.
જે બાબતેની અંગત અદાવત રાખીને પૃથ્વીરાજસિંહ બળવંતસિંહ ગોહિલ તેમજ તેમનો ભાઈ જયેન્દ્રસિંહ હમીરસિંહ ગોહિલે ગુરુવારે બપોરના સમયે જયવીરસિંહ અટાલીયા કરજણ જૂની શાકમાર્કેટ પાસે આવેલ પાનના ગલ્લા પાસે ઉભો હતો. ત્યારે તેની પાસે જઈને ધોલ ધાપટ કરીને માર મારવામાં આવ્યો હતો. જેમાં જયવીરસિંહ અટાલિયાએ કરજણ પોલીસ સ્ટેશનમાં પૃથ્વીરાજસિંહ બળવંતસિંહ ગોહિલ તેમજ જયવીસિંહ હમીરસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારીનો ગુનો નોધી જ તપાસ હાથ ધરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.