ઉજવણી:નારેશ્વરના નાથ શ્રીરંગ અવધૂતની 125મી જન્મ જયંતીની ઉજવણી

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નારેશ્વરનો નાથ શ્રી રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી જ મંગળા આરતી શણગાર યોજાઈ હતી. બાદમાં પાદુકા પૂજન અને 125 પારાયણની પૂર્ણાહુતિ યોજવા પામી હતી. જ્યારે બપોર બાદ શ્રી રંગ અવધૂત મહારાજની પાલખી યાત્રા નારેશ્વર નીકળી નર્મદા નદીએ પહોંચી નર્મદા નદીમાં સ્નાન કરાવી યાત્રા પરત મંદિરે પરત પહોંચી હતી.

નર્મદા નદી કિનારે આવેલ નારેશ્વર યાત્રા ધામ ખાતે આવેલ શ્રી રંગ અવધૂત મહારાજના આશ્રમમાં શ્રી રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી નિમિત્તે બુધવારે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વહેલી સવારે મંગળા આરતી પાદુકાપૂજન અને બપોર બાદ નારેશ્વર પાલખી યાત્રા નીકળી હતી. જે પાલખી યાત્રા નારેશ્વરમાં ફરીને નર્મદા નદીમાં સ્નાન પૂજ્ય બાપજી કરાવીને પરત પાલખી નારેશ્વર મંદિર ખાતે પહોંચી હતી. આમ વહેલી સવારથી વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં રંગ ભક્તો ખાતે મહારાજની દર્શનાર્થે પધાર્યા હતા. જ્યારે નારેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 125મી શ્રી રંગ જયંતી નિમિતે વરીબોમાં 125 મણ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...