તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં 1200 કર્મચારી જોડાશે

કરજણ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને કરજણમાં પ્રિસાઇડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોની ટ્રેનિંગ યોજાઈ હતી. - Divya Bhaskar
જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને કરજણમાં પ્રિસાઇડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોની ટ્રેનિંગ યોજાઈ હતી.
 • કરજણ તા.પં.ની 20, જિ.પં.ની 4 બેઠકના 140 મતદાન મથકો પર ચૂંટણીની તૈયારી
 • 39 સંવેદનશીલ અને 27 અતિસંવેદનશીલ મતદાન મથકે પૂરતી સુરક્ષા મૂકાશે

તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજવાની છે. જેને લઈને કરજણ પ્રાંત અને મામલતદાર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લઈને શનિવારે કરજણ આઈટીઆઈ ખાતે પ્રિસાઇડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગની મીટિંગ બે તબક્કામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાઈ હતી. જેમાં EVM મશીન વિશે સમજ આપવામાં આવી હતી. આમ કરજણ તાલુકાના પંચાયતની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકોના 140 મતદાન મથકો પર 1200 કર્મચારીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

કરજણ પ્રાંત અને મામલતદાર દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈને શનિવારે બે તબક્કામાં પ્રિસાઇડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગની મીટિંગ કરજણ આઈટીઆઈમાં રાખવામાં આવી હતી.

કરજણ તાલુકાની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર 140 મતદાન મથકો પર મતદાન યોજાશે. જેમાં 39 સંવેદનશીલ મતદાન મથકો આવેલ છે અને 27 અતિસંવેદનશીલ મતદાન મથકો આવેલા છે. જ્યાં પૂરતી સુરક્ષા ગોઠવવામાં આવશે. જ્યારે તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 1200 કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે. જ્યારે પ્રિસાઇડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોને તબક્કાવાર સોશિયલ ડિસ્ટન્સ વચ્યે EVMની પ્રેક્ટિકલ અને થિયરીકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો