તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યુ:પાસ પરમિટ વગર ટેમ્પોમાં લઈ જવાતી 10 ગાયોને બચાવી લેવાઈ

કરજણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટેમ્પોમાં ઘાસચારો અને પાણીની કોઈ વ્યવસ્થા ન હતી
 • ગાયોને મીયાગામ ખાતેના પાંજરાપોળમાં મોકલી અપાઈ

એનિમલ વેલફેરના કાર્યકરને મળેલી બાતમીના આધારે કરજણ નેશનલ હાઈવે પર વોચમાં હતા. ત્યારે બાતમી આધારીત ટેમ્પો આવતા ટેમ્પામાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કર્યા વગર કોઈપણ જાતની પાસ પરમીટ વગર 10 ગાયોને ગુજરાતથી તમિલનાડુ લઈને જતા હોય જે ટેમ્પાને ઝડપી કરજણ પોલીસ સ્ટેશને લાવી ટેમ્પા ચાલક સામે ફરિયાદ નોધી હતી. 10 ગાયોને મીયાગામ પાંજરાપોળ ખાતે મોકલી આપેલ છે .

એનિમલ વેલફેરના રાજેશ હસ્તીમલ શાહને મળેલી બાતમીના આધારે કરજણ નેશનલ હાઈવે પર શનિવારે રાત્રે વોચમાં હતા. ત્યારે બાતમી આધારીત ટેમ્પો નંબર TN 59 CF 0367 આવતા તેને રોકીને તપાસ કરતા ટ્રકમાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા વગર 10 ગયો ભરેલી હતી. આ ગાયો ગુજરાતથી તમિલનાડુ લઈ જવાની હતી અને ગાયને લઈજવા બાબતેની કોઈ જ પાસ પરમીટ પણ ન હતી. જેમા 10 ગાયો ટેમ્પામાં ભરીને તમિલનાડુ લાઈ જતા હોય ગાયો ભરેલો ટેમ્પો કરજણ પોલીસ સ્ટેશને લાવીને ટેમ્પા ચાલક સામે ગુનો નોધી પોલીસે ગાયોને રવીવારે સવારે મીયાગામ પાંજરાપોળ ખાતે મોકલી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો