તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ક્રેનથી ટ્રક ખસેડતી વેળાએ પાછળથી આવતી ટ્રકે અકસ્માત કરતાં 1નું મોત

કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બામણગામ પાસે નેશનલ હાઈવે 48 પર સર્જાયો અકસ્માત
  • L&Tના બે કર્મચારીમાંથી એક કર્મચારીનું સારવાર વેળા મોત

કરજણ તાલુકાના બામણગામ પાસે નેશનલ હાઇવે 48 ઉપર અકસ્માત થયેલ ટ્રકને એલ એન્ડ ટી કર્મચારીઓ દ્વારા ક્રેનથી રોડની બાજુમાં ખસેડતી વખતે પાછળથી આવતી ટ્રક ચાલકે અકસ્માત કર્યો હતો. બે ટ્રક વચ્યે ફસાઈ જવાથી બે કર્મચારીઓને ઇજાઓ થવા પામી હતી. જેમાં એક કર્મચારીને વધુ ઈજા થતા તેને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. સારવાર દરમ્યાન એક કર્મચારીનું મોત નીપજ્યું હતું.

કરજણ નેશનલ હાઈવે 48 પર બામણગામ પાસે આવેલ નાળાની કામગીરીને લીધે ટ્રાફીકજામ રહેતો હોવાથી એલએન્ડટી તારીખ 24 જૂનના રાત્રે બમણગામ પાસે ભરૂચથી વડોદરા ટ્રેક પર એક ટ્રક બંધ પડેલ હતી. જેમાં એલ એન્ડ ટીના કર્મચારીએ ક્રેન દ્વારા ટ્રકને રોડની બાજુમા ખસેડતા હતા. જ્યારે પ્રદીપસિંહ રણજીતસિંહ પરમાર બંધ પડેલ ટ્રકને ક્રેનનો હૂક લગાવતા હતા. ત્યારે પાછળથી આવતા એક ટેન્કર ચાલકે પોતાનું ટેન્કર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બંધ પડેલ ટ્રકને અકસ્માત કરતા બંધ પડેલી ટ્રક આળગ ક્રેનમાં અથડાતા ક્રેનનો હૂક મરતા પ્રદીપસિંહ પરમારને પેટ અને છાતીના ભાગે ક્રેનનું પતરું વાગ્યુ હતું. જ્યારે ક્રેનના ડ્રાઈવર દિલીપભાઈ પાવાને ઇજાઓ થવા પામી હતી.

જેમાં એલ એન્ડ ટીની એમ્બ્યુલન્સ આવી જતા દિલીપભાઈ પાવાની સારવાર કરી. જ્યારે પ્રદીપસિંહ રણજીતસિંહ પરમારને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા હતા. જ્યા 25 જૂનના રોજ પ્રદીપસિંહ રણજીતસિંહ પરમાર રહે માંગલેજ તા .કરજણનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...