કરજણ-મીયાગામ ચોકડીથી જલારામ ચોકડી તરફ જતો બાઈક ચાલકે પોતાના કબજાની બાઈક પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રોડની બાજુમાં ચાલતા અજાણ્યા ઈસમને અડફેટમાં લેતા અજાણ્યા ઈસમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં અજાણ્યા ઈસમનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. જેમાં પોલીસે બાઈક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કરજણ નવા બજાર વિસ્તારમાં રહેતા આકાશભાઈ જયેશભાઈ પ્રજાપતિ રહે.પ્રમુખ દર્શન સોસાયટી પોતાની બાઈક લઈને મીયાગામ ચોકડીથી પોતાના ઘર તરફ જતા હતા, ત્યારે પોતાના કબજાની બાઈક પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રોડની બાજુમાં ચાલતા અજાણ્યા મંજૂર જેવા ઈસમને અડફેટમાં લેતા અજાણ્યા ઈસમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જતાં ત્યાં હાજર ડોક્ટરે અજાણ્યા ઈસમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આકાશભાઈ જયેશભાઈ પ્રજાપતિ સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.