દુર્ઘટના:બામણ ગામે અજાણ્યા વાહનની અડફેટે 1 મોત, એસએસજી હોસ્પિટલમાં સારવારમાં મોત

કરજણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કરજણ તાલુકાના બામણગામ પાસે નેશનલ હાઇવે 48 ઉપર ભરૂચથી વડોદરા તરફ જતી ટ્રેક ઉપર એક અજાણ્યો ઈસમ ઉં.વ.45 રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહને પોતાના કબજાની વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોડ પરથી પસાર થઇ રહેલા અજાણ્યા ઈસમને અડફેટમાં લેતા અજાણ્યા ઈસમને બંને પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.

108ને એમ્બ્યુલન્સને ફોન કરતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મરનાર અજાણ્યા ઈસમ પદયાત્રી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...