કરજણ પોલીસને મળેલી બાતમીના આધારે જુના બજાર વિસ્તારમાં આવેલા મહંમદ નગરીના એક મકાનમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાને આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. કરજણમાં ચોરી છૂપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈશમોમાં ફફડા ફેલાઈ જવા પામ્યો છે.
કરજણ પોલીસને મળેલી બાતમીના આધારે કરજણ જુના બજાર વિસ્તારમાં આવેલ મહંમદ નગરીમાં એક મકાનની અંદર ચાઈનીઝ દોરીનો વેપાર થતો હોવાની હકીકતને લઈને પોલીસે મહમદ નગરીમાં રેડ કરતા એક ઈશમ નામે રાજેશભાઈ વિઠ્ઠલભાઈ રોહિત નામના પાસેથી કરજણ પોલીસે ચાઈનીઝ દોરીની રીલ નંગ 22 હિંમત રૂા. 3300ના મુદ્દા માલ સાથે રાજેશ રોહિત ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ કરેલ છે. આમ ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકોની ઈજા થવાના બનાવો બન્યા છે. જેને લઇને પોલીસે કડક કાર્યવાહી કરતા ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓમાં પણ ફફડા ફેલાઈ જવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.