તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો પ્રશ્ન:ઝાલોદ માછણનાળા ડેમમાં હજારો માછલીઓના મોત, ડેમના પાણીનો પીવામાં વપરાશ થાય છે

ઝાલોદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઝાલોદ તાલુકાના માછણ ડેમમાં એકાએક મોટી સંખ્યામાં નાની માછલીઓ મૃત જોવા મળતા તાલુકા પંથકના લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસના કેશો વધી રહ્યા છે. કોઈક કારણોસર ડેમમાં નાની માછલીઓના એકાએક મોત થતા તપાસનો વિષય બન્યો હતો. ઝાલોદ તાલુકાના લોકો માછણનાળા ડેમનું પાણી પીવા તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

ત્યારે કોઈ રોગચાળાના કારણે માછલીઓના મોતનો બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયેલો જોવા મળ્યો હતો. માછણ નાળા ડેમમાં મોટી સંખ્યામાં નાની માછલીઓ મૃતપાયે કિનારા ખાતે જોવા  મળતા આસપાસના લોકો પણ અચંબામાં મુકાયેલા જોવા મળ્યા હતા.માછલીઓના મોતને લઇને ડેમના પાણીના નમૂના લઈને તાત્કાલિક તપાસ કરવી જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો