તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:અસનાવી ગામે કવોરીમાં ધંધાની અદાવતે હુમલો, 6 વિરૂધ્ધ ફરિયાદ

ઝઘડિયા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુપરવાઈઝર પર હુમલો થતાં 6 વિરૂધ્ધ ફરિયાદ

ઝઘડિયા તાલુકાના અસનાવી ગામે કવોરીમાં ધંધાની અદાવતે સુપરવાઇઝર, કોન્ટ્રાક્ટરને ઉપર હુમલો થતાં 6 વિરૂદ્ધ કવોરી સુપરવાઇઝરે ઝઘડિયા પોલીસ માં ફરિયાદ નોંધાવી છે. ભરૂચની રંગ ટાઉનશીપમાં રહેતા મહેન્દ્ર સિંહ અજીતસિંહ ગઢવીની ઝઘડિયાના અસનાવી ગામે સાંઈ મિનરલ્સ ક્રશર નામે કવોરી ચલાવે છે. જ્યાં ડ્રાઇવર, સુપરવાઇઝર, ઓપરેટર, સિક્યુરિટીના માણસો મળી ત્રીસેક જેટલા માણસો કામ કરે છે. ગઈકાલે જગદીશ વસાવા તથા તેના માણસોએ લોખંડની પાઈપ તથા લાકડીથી સુપરવાઇઝરને માર માર્યો હતો. કોન્ટ્રાક્ટર રામુને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો. સીસીટીવી પણ તોડી નાખ્યા હતા. હુમલો કરનાર ઇસમો જગદીશ વસાવા, રાકેશ વસાવા, મહેશ ગણપત વસાવા, મુકેશ ગણપત વસાવા, હર્ષ પટેલ, ચીંતેશ સુરેશ પટેલ વિરુદ્ધ કવોરી માલીક મહેન્દ્રસિંહ અજીતસિંહ ગઢવીએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો